January 19, 2025

રોહિત શર્માએ સ્ટાર સ્પોર્ટ્સ પર ગોપનીયતાના ઉલ્લંઘનનો લગાવ્યો આરોપ

Rohit Sharma: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો ઘણા દિવસથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોહિત હાથ જોડીને રેકોર્ડ કરવાની ના પાડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ સ્ટાર સ્પોર્ટ્સે તે વિડિયો ટીવી પર પણ બતાવ્યો હતો. રોહિત શર્મા નારાજ થઈને એક પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો કાઢ્યો હતો.

કેમેરા સામે હાથ જોડી દીધા
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં રોહિત શર્મા KKRના મેન્ટર અભિષેક નાયર સાથે વાત કરતો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ . KKRએ તે વીડિયો પોતાની પોસ્ટમાં શેર કર્યો હતો. એ બાદ તે ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. આ વીડિયોને લઈને પણ ભારે ચર્ચા થઈ હતી. તે બાદ જે લખનૌ સામેની મેચ હતી તેમાં પણ રોહિત ધવલ કુલકર્ણી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોને લઈને રોહિતે કેમેરા સામે હાથ જોડી દીધા હતા. આમ છતાં આ વીડિયો ટીવી પર આવ્યો હતો. ટીવમાં તો આવ્યો પરંતુ તેની સાથે તે ખુબ વાયરલ પણ થયો હતો.

આ પણ વાંચો: આજે SRH અને PBKS વચ્ચે મહામુકાબલો

રોહિત થયો ગુસ્સો
નારાજ રોહિત સ્ટાર સ્પોર્ટ્સ પર ગુસ્સે થયો હતો. તેણે પોસ્ટ કરીને ગોપનીયતાનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે મેં સ્ટાર સ્પોર્ટ્સને મારી વાતચીત રેકોર્ડ ન કરવા કહ્યું હતું. આમ છતાં તેઓએ તેને રેકોર્ડ કરીને બતાવ્યું હતું. આ ગોપનીયતામાં ઉલ્લંઘન થયું કહેવાય. વધુ એક્સક્લુઝિવ કન્ટેન્ટ આપવાના ફોકસમાં એક દિવસ ક્રિકેટર્સ અને ક્રિકેટ વચ્ચેનો વિશ્વાસ તૂટી જશે.