January 23, 2025

આઉટ થયા બાદ ઋષભ પંતે ગુસ્સામાં કર્યું આવું, જુઓ વીડિયો

IPL 2024: રાજસ્થાન રોયલ્સની 12 રનથી જીત થઈ ગઈ હતી. હારના કારણે દિલ્હીની ટીમના કેપ્ટન ઋષભ પંત પોતાની વિકેટ ગુમાવ્યા પછી ભારે ગુસ્સામાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે તેની સાથે થયેલ અકસ્માતમાં બાદ તે 14 મહિના પછી મેદાનમાં પરત ફર્યો છે. જોકે ગઈ કાલની મેચમાં સારું પ્રદર્શન તે કરી શક્યો ના હતો.

વિકેટ ગુમાવી
આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 186 રનના સ્કોર પુરો કરવાની રેસમાં હતી. તે સમયે ઇનિંગ્સની 14મી ઓવર ફેંકવા આવેલા યુઝવેન્દ્ર ચહલે બોલ થોડો બહાર સ્ટ્રાઇક પર રહેલા ઋષભ પંત તરફ ફેંક્યો હતો. તે સમયે તેણે કટ શોટ રમવાની ટ્રાય કરી હતી. પરંતુ અફસોસ બોલ પંતના બેટની બહારની કિનારી પર લાગ્યો હતો. જેના કારણે તે આઉટ થઈ ગયો હતો. જેના કારણે તે નિરાશ તો જોવા મળી રહ્યો હતો પરંતુ તેની સાથે તે ભારે ગુસ્સામાં પણ જોવા મળી રહ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ ચાહકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

https://twitter.com/IndiaCrick18158/status/1773399859405689027?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1773399859405689027%7Ctwgr%5Eb2b50b81cb5569f350e803c402b362c89c933625%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fsports%2Fcricket%2Frishabh-pant-hit-bat-in-wall-after-out-against-rajasthan-royals-in-ipl-2024-watch-video-2024-03-29-1034505

આ પણ વાંચો: ઘરઆંગણે રાજસ્થાનની ‘રોયલ’ જીત, દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું

મોંઘી સાબિત થઈ હતી
આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમના બોલરોનું ખુબ સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ રાજસ્થાનના ખેલાડી રિયાનના કારણે મેચનો રંગ બદલી ગયો અને રિયાને પોતાની ઇનિંગના કારણે રાજસ્થાનને જીત અપાવી હતી. તેણે 45 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે દિલ્હીની આ બીજી વખત હારનો સામનો કરવો વારો આવ્યો છે.