June 28, 2024

IPL 2024: Ahmedabadમાં રમાશે ક્વોલિફાયર-1 મેચ, શું વરસાદ બનશે વિઘ્ન?

KKR vs SRH: IPL 2024 માં પ્લેઓફ મેચો આજથી 21 મેના શરૂ થવા જઈ રહી છે. આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અમદાવાદમાં આમને સામને ટકરાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. આ વખતની સિઝનમાં 3 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. ત્યારે આવો જાણીએ કે આજની મેચમાં હવામાન કેવું રહેશે.

ક્વોલિફાયર 1 મેચમાં હવામાન કેવું રહેશે?
આ મેચ બંને ટીમો માટે ઘણી ખાસ છે. કારણ કે આજની મેચ જે પણ ટીમ જીત મેળવશે તે પોતાનું સ્થાન ફાઇનલ માટે નિશ્ચિત કરશે. આ વચ્ચે વરસાદ પણ આ મેચનું વિઘ્ન ના બને તે પણ ચિંતા ક્રિકેટ ચાહકોને છે. કારણ કે આ વખતની સિઝનમાં 3 મેચ વરસાદના કારણ રદ કરવામાં આવી હતી. જોકે આજના દિવસે અમદાવાદમાં વરસાદની સંભાવના ખુબ ઓછી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજના દિવસે તડકો પડશે. જોકે મહત્વની વાત એ છે કે આજથી 5 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે અમદાવાદમાં તાપમાન 45 ઉપર જઈ શકે છે. જેના કારણે વરસાદ પડવાની સંભાવના ખુબ ઓછી છે.

પ્લેઓફ માટે IPL નિયમો
વરસાદના કારણે આ સિઝનમાં IPL 2024માં અત્યાર સુધી 3 મેચ રદ્દ કરવામાં આવી છે. તારીખ 3 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી 16 મેના હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે રદ કરાઈ હતી. તમને જણાવી દઈએ કે લીગ તબક્કાની છેલ્લી મેચ પણ વરસાદના કારણે રમાઈ ના હતી. જો પ્લેઓફની મેચ દરમિયાન વરસાદ આવે તો ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ રમાશે. આ સાથે સુપર ઓવર દ્વારા પરિણામ પણ નક્કી કરી શકાય છે. જો આ મેચ દરમિયાન એક પણ બોલ નહીં રમાઈ તો તો પોઇન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: CSKની સફર ખતમ થયા બાદ ધોની પોતાનું મનપસંદ કામ કરતો મળ્યો જોવા

બંને ટીમ

કોલકાતા નાઈટ રાઈડર્સ: રિંકુ સિંહ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, અનુકુલ રોય, સુયશ રાણા શર્મા, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, દુષ્મંથા ચમીરા, શ્રીકર ભરત, ચેતન સાકરિયા, શેરફેન રધરફર્ડ, સાકિબ હુસૈન, અલ્લાહ ગઝનફર, રમનદીપ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટમાં), સુનિલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન)

સનરાઈઝર્સ હૈદરાબાદ: ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, માર્કો જ્હોન્સન, મયંક માર્કન્ડે, એડન માર્કરામ, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, ઝાટવેધ સુબ્રમણ્યમ, ફઝલહક ફારૂકી, આકાશ મહારાજ સિંહ, ટ્રેવિસ હેડ, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટમાં), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, રાહુલ ત્રિપાઠી, સનવીર સિંહ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, વિજયકાંત વ્યાસકાન્ત, ટી નટરાજન, અભિષેક શર્મા, ઉમરાન મલિક, મયંક અગ્રવાલ.