December 21, 2024

IPL 2024: ઈરફાન પઠાણની ભવિષ્યવાણી, પ્લેઓફમાં આ 4 ટીમો પહોંચશે

IPL 2024 Playoff Team: ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઈરફાન પઠાણે આઇપીએલ 2024 માટે પ્લેઓફમાં પહોંચનારી ટીમોને લઇ એક મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. જેના પછી ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે તેને લઇ ચર્ચાઓનું બજાર ગરમાઇ ગયું છે. ઈરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં પ્લેઓફ ટીમોને લઇ ખુબ જ ઉત્સાહિત નજર આવી રહ્યો છે પરંતુ અત્યાર સુધીમાં રમાયેલ મેચોને જોતા કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે અને બાકી બચેલા સ્થાનો માટે ચેન્નઇ, હૈદરાબાદ, બેંગલુરૂ અને લખનઉ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

પ્લેઓફના હિસાબે જોવામાં આવે તો ચેન્નઇ સુપર કિંગ્સ અને બેંગલુરૂ વચ્ચે 15 મેના રોજ રમાનાર મેચ ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. ચેન્નઇ પાસે 13 મેચમાં 7 જીત અને 6 હાર સાથે 14 અંક મેળવી +0528ના રનરેટ સાથે ત્રીજા સ્થાને છે તો ત્યાં જ બેંગલુરૂ13 મેચમાં 6 જીત અને 7 હારની સાથે 12 અંક મેળવી છઠ્ઠા ક્રમ પર છે અને ચેન્નઇ વિરૂદ્ધ બેંગલુરૂને જીત મળે છે તો પણ બાકીની ટીમોની મેચ પર બેંગલુરૂની આશા છે.

આ પણ વાંચો: આવી ગયો છે Go digitનો આઇપીઓ… વિરાટ-અનુષ્કાએ પણ લગાવ્યો છે મોટો દાવ

ઈરફાન પઠાણ અનુસાર આ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચશે
ઇરફાન પઠાણે પ્લેઓફમાં પહોંચનારી ટીમોની ભવિષ્યવાણી કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની સાથે બાકીની 2 ટીમો તરીકે હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સને સામેલ કરી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ દ્વારા મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સે 19 રનથી હરાવીને 14 મેચોમાં 14 અંકો સાથે પોતાનું અભિયાન સમાપ્ત કર્યા બાદ આરઆર પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરનારી બીજી ટીમ બની ગઇ હતી.