IPL 2024: ચેન્નાઈ સામેની હાર બાદ SRHના કેપ્ટનનું મોટું નિવેદન

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી કારમી હાર થઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ CSKએ કરી હતી. આ ટાર્ગેટનો પીછો કરતી વખતે હૈદરાબાદની ટીમ આટલા રન કરી શકી ના હતી. હૈદરાબાદની ટીમ 134 રનના સ્કોર સુધી જ સિમિત રહી ગયો હતો.
સતત બે હાર
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેમની સતત બે હાર આપી છે. ગઈ કાલની મેચમાં તો ચેન્નાઈ સુપર કિંગ્સે 78 રનની ભવ્ય જીત નોંધાવી છે. ખાસ વાત તો એ થઈ ગઈ કે પ્રથમ બેટિંગ ચેન્નાઈની ટીમે કરી હતી. આ કારણ પણ હતું કે ચેન્નાઈની ટીમની જીત મળી. રુતુરાજ ગાયકવાડે 98 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટીમના સ્કોરને 20 ઓવરમાં 212 સુધી પહોંચાડવામાં રુતુરાજ ગાયકવાડનો મોટો ફાળો રહ્યો હતો. આ મેચમાં હૈદરાબાદની ટીમને હાર મળતા ટીમના કપ્તાને કહ્યું કે અમને લાગ્યું કે અમારી પાસે જીતવાની ઘણી સારી તક છે.
આ પણ વાંચો: IPL 2024: ધ્રુવ જુરેલે પરિવાર સાથે તેની પ્રથમ IPL ફિફ્ટી સેલિબ્રેટ કરી
અમે જલ્દી પાછા આવીશું
સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી 2 મેચમાં સતત હારનો સામનો કરી રહી છે. હૈદરાબાદની ટીમના કેપ્ટેને કહ્યું કે અમે ટોસ જીત્યા તે પહેલા અમે વિચાર્યું કે બેટિંગ કરીશું. ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોની સાથે બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમારી પાસે આ મેચ જીતવાની સારી તક હતી. પરંતુ અમે તેને મેળવી શક્યા ના હતા. જેના કારણે અમારે સતત 2 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ચોથા સ્થાને પહોંચી ગયું
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો પોઈન્ટ ટેબલમાં પણ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં તે હવે 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. હૈદરાબાદ ટીમના નેટ રન 0.075 છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 9 મેચમાં 5 જીત સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. મહત્વની વાત એ છે કે રાજસ્થાન રોયલ્સ ટીમે 16 પોઈન્ટ સાથે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.