December 22, 2024

IPL 2024ની શરૂઆત પહેલા 5 ખેલાડીઓ ‘આઉટ’

અમદાવાદ: IPL 2024 થોડા જ દિવસોમાં આવી રહી છે. જેની શરૂઆત 22મી માર્ચથી થવા જઈ રહી છે. મેચ શરૂ થાય તે પહેલા ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાકે પોતાના અંગત કારણથી IPL 2024 ના રમવાની જાહેરાત કરી દીધી હતી. કયાં છે આ ખેલાડીઓ આવો જાણીએ.

માર્ક વુડ


માર્ક વુડએ ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર છે. તેઓ IPL સિઝનમાં ભાગ નહીં લે તેવી જાણકારી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે T20 વર્લ્ડ કપ અને ડોમેસ્ટિક સિઝન પહેલા તેના વર્કલોડને મેનેજ કરવાનું નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે લખનૌએ 7.5 કરોડ રૂપિયામાં તેને ખરીદવામાં આવ્યો હતો. વર્ષ 2023માં આઈપીએલની સીઝનમાં ચાર મેચમાં 11 વિકેટ લીધી હતી.

હેરી બ્રુક

IPL 2024ને લઈને દિલ્હી કેપિટલ્સ ટીમે ડિસેમ્બર 2023માં આયોજિત આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયામાં 4 કરોડ રૂપિયામાં બ્રુકને તેની ટીમમાં લેવામાં આવ્યો હતો. ત્યારે આજના દિવસે તેમણે પોસ્ટ કરીને કેમ તેઓ IPL 2024 સીઝનમાં નહીં રમે તેવું જણાવ્યું હતું. તેમણે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. જે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં હેરી બ્રુકે લખ્યું કે હું મારા તમામ ચાહકોને જણાવવા માંગુ છું કે મેં આઈપીએલની આગામી સિઝનમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે, જે મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો.

પ્રસિધ્ધ કૃષ્ણા


કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના ગયા મહિને તેના ડાબા હાથ પર સર્જરી કરાવ્યા બાદ તે IPLમાં ભાગ લેશે નહીં. ગયા વર્ષના પણ તે IPLમાં ઈજાના કારણે ભાગ લઈ શકયો ના હતો. ક્રિષ્નાએ ડેબ્યૂ સિઝન (2022)માં રોયલ્સ તરફથી રમાયેલી 17 મેચમાં 19 વિકેટ લીધી હતી.

જેસન રોય


ઈંગ્લેન્ડના આક્રમક ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે પણ અંગત કારણોસર IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલો હતો. તેણે ગત સિઝનમાં KKR માટે 8 મેચ રમી હતી, જેમાં તેણે પોતાની છાપ પણ છોડી હતી. જો કે ટીમમાં તેનું સ્થાન હવે ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટે લઈ લીધું છે.

ડેવોન કોનવે

ન્યૂઝીલેન્ડનો સ્ટાર ઓપનર ડેવોન કોનવેને અંગૂઠામાં ઈજા થવાના કારણે IPL 2024ના પ્રથમ તબક્કામાં તે રમી નહીં શકે. તમને જણાવી દઈએ કે તે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તેની ખાસ વાત જણાવી દઈએ કે તેણે ગત સિઝનમાં ટીમ માટે સૌથી વધુ 672 રન બનાવ્યા હતા. જો કે CSKએ હજુ સુધી તેના સ્થાનની કોઈ પણ જાહેરાત કરી નથી.