આવતા મહિને આ દિવસે લોન્ચ થશે iPhone 16 સિરીઝ!
iPhone 16: જો તમે પણ Appleની નવી iPhone 16 સીરીઝની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. આવતા મહિને iPhonesની નવી સિરીઝ લોન્ચ કરવામાં આવી શકે છે. લોન્ચિંગ પહેલા જ, iPhone 16 સિરીઝને લઈને ઘણા લીક્સ સામે આવ્યા છે. પરંતુ કંપનીની જાહેરાત પહેલા જ એક મોટું લીક સામે આવ્યું છે.
સપ્ટેમ્બર મહિનામાં નવી સીરીઝ
ઘણા સમયથી iPhone 16 સીરીઝ વિશે ચર્ચા થઈ રહી છે. તમામને ખબર છે કે Apple દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં iPhone ની નવી સીરીઝ લોન્ચ કરે છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કંપની સપ્ટેમ્બરના બીજા-ત્રીજા સપ્તાહમાં iPhone 16 સિરીઝ રજૂ કરી શકે છે. કંપની મહિનાના બીજા સપ્તાહમાં જ iPhone 16ને બજારમાં લોન્ચ કરી શકે છે. લીકથી જાણવા મળી રહ્યું છે કે Apple 10 સપ્ટેમ્બરે નવી iPhone સીરીઝ લોન્ચ કરી શકે છે. જો iPhone 16 સીરીઝ 10 સપ્ટેમ્બરે લોન્ચ થાય છે, તો તે 20 સપ્ટેમ્બરથી માર્કેટમાં વેચાણ માટે આવી શકે છે.
આ પણ વાંચો: વોટ્સએપ સામે વાંધો, ખાનખાના ગણાતા દેશની સરકારે મૂક્યો છે પ્રતિબંધ
નવી શ્રેણીમાં 4 મોડલ હશે
Apple iPhone 16 સીરીઝમાં 4 iPhone લોન્ચ કરી શકે છે. આમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max શામેલ હોઈ શકે છે. iPhone 16 અને iPhone 16 Plusમાં જૂના મોડલની જેમ જ ડિસ્પ્લે મળી શકે છે, પરંતુ આ વખતે ડિઝાઇનમાં મોટો ફેરફાર થશે. આ વખતે ગ્રાહકોને iPhone 16 સિરીઝમાં કેમેરા મોડ્યુલ ડિઝાઇનમાં સૌથી મોટો ફેરફાર જોવા મળશે. iPhone સીરીઝમાં ગ્રાહકો બ્લેક, બ્લુ, પિંક, ગ્રીન અને યલો કલર વેરિઅન્ટ મેળવી શકે છે. પ્રોસેસર વિશે વાત કરીએ તો, લીક્સ અનુસાર, કંપની આ વખતે A18 Bionic ચિપસેટ સાથે iPhone 16 રજૂ કરી શકે છે.