iPhone 16 સૌથી વધારે સસ્તો ક્યાં મળશે?
iPhone 16 સિરીઝની રાહ હવે આવતીકાલે પૂરી થવાની છે. iPhone 16 આ સિરીઝમાં 4 સ્માર્ટફોન રજૂ કરશે. iPhone 16ને છેલ્લા એક વર્ષથી અનેક સમાચાર સામે આવ્યા હતા. ક્યારેક તેની કિંમત તો કયારેક ફિચર. હજૂ પણ લોકો આ સિરીઝની કિંમત જાણવા માટે ઉત્સુક જોવા મળે છે. જો તમે પણ iPhone 16 સિરીઝની કિંમત જાણવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે.
જાપાનમાં iPhone 16 ની કિંમત
iPhone 16 સિરીઝ સૌથી ઓછી કિંમતે જાપાનમાં મેળવી શકો છો. તેનું કારણ એ છે કે એશિયન દેશમાં ટેક્સ અને અન્ય ફીની કિંમત ઘણી ઓછી છે. જેના કારણે અંદાજો લગાવી શકાય છે કે અન્ય દેશની સરખામણીમાં જાપાનમાં iPhone 16 ની કિંમત ઓછી હોય શકે છે.
અમેરિકામાં iPhone 16 ની કિંમત
જો લીક્સની વાત માનીએ તો આ વખતે iPhone 16 અમેરિકન માર્કેટમાં પણ ઘણો સસ્તો મળી શકે છે. સતત લીક્સ મુજબ, આ વખતે Apple તેના હોમ માર્કેટ અમેરિકામાં સૌથી વધુ સસ્તું કિંમતે iPhone 16 ઉપલબ્ધ કરાવી શકે છે. જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ વખતે Apple નવી સીરિઝને $799ની શરૂઆતની કિંમત એટલે કે 67,106 રૂપિયાની આસપાસ લોન્ચ કરી શકે છે. જો આવું થાય છે, તો આ વખતે આઇફોન જાપાન કરતાં અમેરિકામાં સસ્તું થશે.
આ પણ વાંચો: iPhone 16 Series: કિંમત સહિત એ તમામ વસ્તુ જે તમે જાણવા માગો છો
દુબઈમાં iPhone 16 ની કિંમત
iPhone 16 માટે દુબઈ ત્રીજું સૌથી સસ્તું બજાર તમે કઈ શકો છો. અહીં કંપનીની નવી સીરિઝના iPhone 872 USD ડોલર એટલે કે લગભગ 73,237 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
ભારતમાં iPhone 16 ની કિંમત
ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં iPhone 16 ની કિંમત જાપાન, દુબઈ અને અમેરિકા કરતા ચોક્કસ વધારે હોઈ શકે છે. એક માહિતી પ્રમાણે , Apple ભારતમાં iPhone 16 સિરીઝને 963 USD એટલે કે લગભગ 80,000 રૂપિયાની આસપાસ હોય શકે છે. ચાઈનામાં અંદાજે 82,560 રૂપિયામાં લોન્ચ કરી શકે છે.