iPhone 16 Plus થયો લોન્ચ, જાણો આઈફોનની કિંમત અને ફિચર્સ
iPhone 16 Plus: Appleએ કેલિફોર્નિયા, યુએસએમાં તેના મુખ્યમથક ખાતે It’s Glowtime નામની અદભૂત ઇવેન્ટનું આયોજન કર્યું. આ ઈવેન્ટમાં કંપનીએ નવી આઈફોન સીરીઝની સાથે એપલના ઘણા નવા ઉત્પાદનો પણ લોન્ચ કર્યા છે. આ iPhone સીરિઝનું નામ iPhone 16 છે. આ શ્રેણીમાં કંપનીએ 4 નવા iPhone લોન્ચ કર્યા છે, જેમાંથી એકનું નામ iPhone 16 Plus છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ ફોનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
Apple એ iPhone 16 Plus માં નવો ડિઝાઇન કરેલ બેક કેમેરા બમ્પ આપ્યો છે. આ સિવાય કંપનીએ મોટી સ્ક્રીન, સારી ઓએસ અને પાવરફુલ AI ચિપસેટ પણ આપી છે. iPhone 16 સિરીઝના આ નવા iPhone એટલે કે iPhone 16 Plus વિશે જણાવીએ.
iPhone 16 Plusની વિશિષ્ટતાઓ અને કિંમત
ડિસ્પ્લે: iPhone 16 Plus માં, કંપનીએ 6.7 ઇંચ Super Retina XDR ડિસ્પ્લે, Dynamic Island, True Tone, P3 Wide Colour અને 2000 નિટ્સની પીક બ્રાઇટનેસ આપી છે.
પ્રોસેસરઃ આ ફોનમાં પ્રોસેસર માટે Apple A18 ચિપસેટ આપવામાં આવી છે.
સોફ્ટવેરઃ આ ફોન iOS 18 પર આધારિત સોફ્ટવેર પર ચાલે છે.
રેમઃ આ ફોન 8GB રેમ સાથે આવે છે.
સ્ટોરેજઃ આ ફોન 12GB RAM, 256GB RAM અને 512GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
બેક કેમેરાઃ આ ફોનની પાછળ 48MP પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે Shift OIS સાથે આવે છે. આ સિવાય આ ફોનમાં 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યું છે.
ફ્રન્ટ કેમેરાઃ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ આ ફોનમાં 12MPનો ફ્રન્ટ કેમેરો પણ આપ્યો છે.
બેટરી અને ઝડપી ચાર્જિંગઃ આ ફોનમાં Li-ion, MagSafe, Qi2, Qi વાયરલેસ ચાર્જિંગ અને USB Type-C વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે.
અન્ય ફીચર્સઃ આ ફોનમાં એક્શન બટન એપલ ઈન્ટેલિજન્સ અને કેમેરા કંટ્રોલ બટન જેવા ઘણા ખાસ ફીચર્સ છે.
કલર્સઃ કંપનીએ આ ફોનને કુલ 5 રંગોમાં લોન્ચ કર્યો છે – બ્લેક, વ્હાઇટ, પિંક અને અલ્ટ્રામરીન કલર્સ.
કિંમત અને વેચાણ
આ ફોનની કિંમત લગભગ 89,900 રૂપિયા છે.
આ ફોન 13 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર માટે અને 20 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં મચ્છરજન્ય રોગોએ ઉચક્યું માથું, ડેન્ગ્યુના 172 કેસ નોંધાતા હાહાકાર