December 29, 2024

iPhoneનો ક્રેઝ હોય તો આવો, એકસાથે 5 iPhone લીધા

Apple દ્વારા iPhone 16 સિરીઝ 10 જુલાઈના રોજ લોન્ચ કરાઈ હતી. Appleની સત્તાવાર વેબસાઇટ પર તમે iPhone 16 ખરીદી કરી શકો છો. ત્યારે એક વ્યક્તિ એવો છે જેણે એકસાથે 5 iPhone ખરીદી કરી હતી.

iPhone ખરીદવા લાંબી લાઈન
Appleએ 10 સપ્ટેમ્બરે iPhone 16 સિરીઝ લૉન્ચ કરી હતી. આ સિરીઝમાં 4 નવા iPhone રજૂ કરવામાં આવ્યા છે. જો તમે પણ 4 નવા iPhone 16ની ખરીદી કરવા માંગતા હોવ તો તમે કરી શકો છો. iPhone 16નું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે iPhone પ્રેમીઓ એપલ સ્ટોર પર લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે. લોકોમાં આ ફોનને ખરીદવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: iPhone 16 ખરીદવા લોકોની પડાપડી, 21 કલાક લાઈનમાં ઉભા રહ્યા ગ્રાહકો

આઇફોનનો આવો ક્રેઝ
આજે iPhone 16 સિરીઝનું વેચાણ થઈ રહ્યું છે. કલાકો સુધી લોકોની લાઈનો જોવા મળી રહી છે. એક વ્યક્તિ એવો પણ છે જેણે એક ફોન નહીં પરંતુ 5 5 નવા iPhone લીધા હતા. આ વ્યક્તિએ મુંબઈમાં એપલ સ્ટોરમાંથી 5 આઈફોન ખરીદ્યા હતા. મુંબઈથી આઈફોન ક્રેઝનું આ દ્રશ્ય સામે આવ્યું જેને જોઈને એવું કહી શકાય કે iPhone માટેનો પ્રેમ હોય તો આવો. આ વચ્ચે એક આઇફોન ચાહક એવો પણ હતો જે આઇફોન ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો હતો. તેણે કહ્યું કે તે 21 કલાકથી સ્ટોર ખોલવાની રાહ જોઈ રહ્યો છે. તેણે કહ્યું કે તે ગઈ કાલે 11 વાગે મુંબઈ એપલ સ્ટોર પર પહોંચ્યો હતો.