December 26, 2024

iPhone 15ની કિંમતમાં અચાનક મોટો થયો ઘટાડો

iPhone 15: જે લોકોને iPhone 15 ખરીદવાની ઈચ્છા છે તેના માટે સારા સમાચાર આવ્યા છે. iPhone 16ની તારીખ લૉંચ થતાની સાથે iPhone 15ની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં સૌથી ઓછી કિંમત તેની અત્યારે થઈ છે. જેના કારણે તમે જો iPhone 15ને લેવા માંગો છો તો તમારા માટે બેસ્ટ ડિસ્કાઉન્ટ સાથે મજબૂત એક્સચેન્જ ઑફર મળી રહી છે.

જૂની સીરીઝની કિંમતોમાં મોટો ઘટાડો
Apple iPhoneની નવી સીરિઝ iPhone 16 થોડા દિવસોમાં લૉંચ થવા જઈ રહી છે. નવી સીરીઝના આગમન પહેલા જૂની સીરીઝની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. iPhone 16 લૉંચની જાહેરાત બાદ iPhone 15ની કિંમતમાં ઝડપથી ઘટાડો થયો છે. જો તમે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારી પાસે ખરીદવાની શાનદાર તક છે.

આ પણ વાંચો: ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકે તો વાપરો આ મેસેજિંગ એપ્સ, મોજ પડી જશે

ફ્લિપકાર્ટ પર મોટી ડિસ્કાઉન્ટ ઓફર
Flipkart તેના ગ્રાહકો માટે iPhone 15 પર અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવ્યું છે. iPhone 15 128GB વેરિઅન્ટ હાલમાં ફ્લિપકાર્ટ પર 79,600 રૂપિયામાં છે. હાલમાં કંપની આ વેરિઅન્ટ પર ગ્રાહકોને 20% નું મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ અને ઓફર સાથે તમે તેને માત્ર 62,999 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે અત્યારે iPhone 15ને લો છો તો તમને 16 હજારથી વધુની બચત કરી શકો છો.

iPhone 15ના ફિચર
iPhone 15ને કંપનીએ 2023માં લોન્ચ કર્યો હતો. iPhone 15 માં IP68 રેટિંગ છે, જેથી તમે વરસાદ અને સ્વિમિંગ દરમિયાન પણ તેનો ઉપયોગ કરી શકો. iPhone 15 માં 6.1 ઇંચની ડિસ્પ્લે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 12 મેગાપિક્સલનો કેમેરો છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે, તેમાં 3349mAh બેટરી છે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે તેમાં ડ્યુઅલ કેમેરા છે જેમાં તમને 48+12 મેગાપિક્સલ સેન્સર મળે છે.