November 13, 2024

સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોટા વરાછામાંથી પકડાયેલા ત્રણ ઈસમોની પૂછપરછ બાદ આ સમગ્ર સ્કેમ ચાઈનીઝ લોકો સાથે મળીને દુબઈથી ચલાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 111 કરોડ રૂપિયાના સ્કેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરત પોલીસના હાથે જે બેંક એકાઉન્ટો લાગ્યા છે તે 275 બેન્ક એકાઉન્ટ ઉપર દેશના અલગ અલગ રાજ્યમાંથી નેશનલ સાઇબર પોર્ટલ પર 866 કરતાં વધારે ફરિયાદો મળી હોવાનું સામે આવ્યું છે. 200 કરતાં વધારે એફઆઇઆર દાખલ થઈ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ
વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પડદાફાશ કર્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી અગાઉ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુંમરની ધરપકડ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી અગાઉ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુંમરની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના ધ્યાન આવ્યું
આ ત્રણેય આરોપીની પૂછપરછ દરમિયાન આ સાયબર ફ્રોડ દુબઈથી ઓપરેટ થતો હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી 28 મોબાઈલ જેમાંથી આરોપીના 7 મોબાઈલ અને ઓફિસમાં ઉપયોગમાં લેવાતા 21 મોબાઇલ, અલગ-અલગ બેંકના 86 ડેબિટ કાર્ડ, 180 પાસબુક, 30 ચેકબુક, 258 સીમકાર્ડ કોમ્પ્યુટર સીપીયુ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આરોપીની પૂછપરછ બાદ ભાગતા ફરતા આરોપી કેતન વેકરીયાનું નામ પણ આમાં સામે આવ્યું હતું. કેતન વેકરીયાના ઘરે તપાસ કરતા તેના ઘરેથી અલગ અલગ બેંકના 34 ડેબિટ કાર્ડ 18 પાસબુક અને 5 ચેકબુક મળી આવી હતી.

બાતમીના આધારે તપાસ
સુરત સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા જ્યારે ત્રણ ઈસમો અજય, વિશાલ અને જલ્પેશની ધરપકડ કરવામાં આવી ત્યારે મિલન વાઘેલા, દશરથ ધાંધલીયા જગદીશ અજુડીયા અને કેતન વેકરીયાને વોન્ટેડ જાહેર કરાયા હતા. ત્યારે આ કેસમાં સંડોવાયેલ ભાગતો ફરતો આરોપી મિલન મુંબઈ એરપોર્ટ પર આવવાની હોવાની બાતમી સુરત પોલીસને મળતા પોલીસે મિલન વાઘેલાની પણ ધરપકડ કરી છે. મહત્વની વાત છે કે આ ઘટનામાં અત્યાર સુધીમાં વધુ 8 આરોપીના નામ પોલીસ તપાસમાં સામે આવે છે. આ આઠ આરોપીમાં રાજ રૈયાણી, વિજય ઓડ, મહેશ ભડીયાદરા, ચંદ્રેશ કાકડીયા, હાર્દિક પોપટ દેસાઈ, અજય ભગત, મયંક સોરઠીયા સહિત કુલ 8 લોકોને અટક કરવામાં આવ્યા છે.

ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો
હિરેન દુબઈથી મુંબઈ એરપોર્ટ આવતાની સાથે તેને સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે અગાઉ પકડાયેલા આરોપીઓએ 16 ઇસમો પાસેથી બેન્ક એકાઉન્ટ કમિશન ઉપર લીધા હતા અને મોટા પાસે તેમાંથી કમિશન મેળવી લઈ એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આરોપી દુબઈ ખાતે આવેલ ચાઈનીઝ ગેંગના માણસો તેમજ અન્ય દેશના સાઈબર ક્રાઇમ આચરતા માણસોનો સંપર્ક કરી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ, સહિત અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડન નાણાં એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ એક એકાઉન્ટમાંથી અનેક એકાઉન્ટમાં આ નાણાં નાના નાના અમાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા.

આ પણ વાંચો: વડોદરાના કોયલી ખાતે રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું
તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતાં સામે આવ્યું છે કે પોલીસ તપાસમાં જે 370 એકાઉન્ટ પોલીસના હાથે લાગ્યા છે તેના પર નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યોમાં કુલ 866 ફરિયાદ નોંધાય છે. અને 275 બેન્ક એકાઉન્ટ ઉપર એકથી વધારે ફરિયાદો થઈ હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ 866 ફરિયાદ ઉપરાંત આ ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ રાજ્યમાં 200 કરતાં વધુ એફઆઇઆર પણ લોન્ચ કરી છે