December 23, 2024

‘આંતરરાષ્ટ્રીય ષડયંત્રો થઈ રહ્યા છે’, PM મોદીએ કોંગ્રેસનો ઉલ્લેખ કરીને લોકોને કર્યા સાવચેત

PM Modi Attack On Congress: હરિયાણાના ચૂંટણી પરિણામો બાદ PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ કર આકરા પ્રહાર કર્યા હતા. પરિણામો બાદ PMએ દાવો કર્યો હતો કે દેશમાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રો થઈ રહ્યા છે. કોંગ્રેસ દેશમાં જાતિનું ઝેર ફેલાવી રહી છે. તે લોકોને જાતિના નામે લડાવે છે. PM મોદીના કહેવા પ્રમાણે, કોંગ્રેસે હરિયાણામાં દલિતોનું અપમાન કર્યું હતું (કુમારી શૈલજાના સંદર્ભમાં). તેઓ અનામત ખતમ કરવાની વાત કરે છે. ખેડૂતોને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને દલિત, ઓબીસી અને આદિવાસી વર્ગને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

‘કોંગ્રેસના નેતાઓ વિદેશી કાવતરામાં સામેલ’
બીજેપી હેડક્વાર્ટરમાં ભાષણ દરમિયાન પીએમ મોદી કહ્યું, ભારત વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ષડયંત્રો થઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. તે એક એવો દેશ બનાવવા માંગે છે જ્યાં લોકો પોતાના વારસાને નફરત કરે.

આ પણ જુઓ: BJP બની બાજીગર | Full Stop With Janak Dave

‘આ ચાર સ્તંભો ભાજપની પ્રાથમિકતા છે’
ભાષણ દરમિયાન, પીએમએ તે ચાર સ્તંભોનો ઉલ્લેખ કર્યો, જે હાલમાં ભાજપની ટોચની પ્રાથમિકતામાં છે. તેમણે દાવો કર્યો કે આ ચાર સ્તંભોને મજબૂત બનાવવી એ ભાજપની પ્રાથમિકતા છે. તે ચાર આધારસ્તંભ છેઃ ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ આદેશથી ભારતને વિશ્વની કૌશલ્ય રાજધાની બનાવવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. આ આદેશ ભારતને વધુ સુરક્ષિત બનાવવા અને સખત નિર્ણયો લેવા માટે નવી હિંમત આપશે. હું ફરી એકવાર તમને, સમગ્ર દેશને ખાતરી આપું છું કે આવનારા 5 વર્ષ વધુ ઝડપી વિકાસના હશે, હરિયાણાનો વિકાસ થશે, જમ્મુ અને કાશ્મીરનો વિકાસ થશે, ભારતનો વિકાસ થશે અને અમે તે કરતા રહીશું.”

તેમણે વધુમાં કહ્યું કે, “ભાજપ સરકાર દેશને સર્વોચ્ચ માને છે. ભાજપ સરકાર ગરીબોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્ર હોય કે હરિયાણા સરકાર, આ દસ વર્ષમાં ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો. અમે લોકોના વિકાસ માટે માત્ર સમર્પણથી કામ કર્યું છે. હરિયાણાના ગરીબોએ છેલ્લા 10 વર્ષથી ડબલ એન્જિન સરકારનું કામ જોયું છે. હરિયાણાના ગરીબ પરિવારોને મફત સારવારથી લઈને નળના પાણી અને પાકાં મકાનો સુધી અનેક સુવિધાઓ મળી છે. હવે હરિયાણાની ભાજપ સરકાર ગરીબ કલ્યાણના કાર્યોને વધુ વેગ આપશે.

આ પણ વાંચો:  હરિયાણામાં જીત બાદ PM મોદીનું પહેલું નિવેદન, ‘અમે કોઈ કસર નહીં છોડીએ…’

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “હરિયાણા કૃષિની દ્રષ્ટિએ દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે. અમારું લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ છે. ભાજપ સરકાર હરિયાણાની ઉપજોને વિશ્વના બજારોમાં પહોંચાડવા માંગે છે. હરિયાણા ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતાના મિશનને પણ મજબૂત કરવા જઈ રહ્યું છે. હરિયાણાના તેલીબિયાં ખેડૂતોને પણ તેનાથી વધુ ફાયદો થશે. હરિયાણાના યુવાનોએ સમગ્ર વિશ્વમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.