September 15, 2024

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બનાવો ઉપવાસમાં આ સ્મૂધીની રેસિપી

Fasting Recipes: શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર આવતીકાલે છે. ત્યારે અમે તમારા માટે સ્મૂધીની રેસિપી લઈને આવ્યા છીએ. જે તમે પીશો તો તમને દિવસભર ભૂખ પણ નહીં લાગે અને તરસ પણ ઓછી લાગશે. આવો જાણીએ આ ટેસ્ટી સ્મૂધીની રેસિપી .

ઉપવાસ દરમિયાન સ્મૂધી કેવી રીતે બનાવવી

-1 કેળું
-1 ગ્લાસ દૂધ
-1 મુઠ્ઠીભર ડ્રાય ફ્રૂટ્સ
-ખાંડ

5 મિનિટમાં તૈયાર થઈ જશે
1 ગ્લાસ દૂધ લો. આ દૂધમાં 1 કેળું ઉમેરવાનું છે, કેળાને પીસીને તેમાં એડ કરો. જો તમને મીઠાસ વધારે પસંદ હોય તો તમે ખાંડને એડ કરી શકો છો. આ સ્મૂધી ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે પરંતુ તેની સાથે દિવસભર તમને ઉર્જા આપવા માટે પણ મદદ કરે છે. આ સ્મૂધી પીવાના કારણે તમારા શરીરમાં પાણી કે પછી પોષણની કમી થશે નહીં. આ સિવાય તમારું મગજ પણ શાંત રહેશે.

આ પણ વાંચો: આહારમાં કરો આ ખોરાકનો સમાવેશ, પાચનમાં થશે સુધારો

આ ઓપશન પણ છે બેસ્ટ
આ સ્મૂધી સિવાય તમે ઉપવાસના દિવસે તમે નારિયેળ પાણી, પપૈયાનો રસ અને પછી અંજીરનું દૂધ પી શકો છો. આ બધા ઉપવાસ દરમિયાન શરીરને ઉર્જા પ્રદાન કરવામાં અને મગજની કામગીરી સુધારવામાં મદદરૂપ છે. જો તમને ફળ પસંદ હોય તો તમે ફળોનું સેવન પણ કરી શકો છો. આ સિવાય શરીરમાં હાઈડ્રેશન જળવાઈ રહે તે માટે દિવસભર પાણી પીતા રહો. જો તમને નોર્મલ દૂધ પીવું પસંદ હોય તો પણ તમે પી શકો છો. ડ્રાય ફ્રૂટ્સ પણ તમે ખાઈ શકો છો.