January 21, 2025

Instagram Reels પર 1 મિલિયન કે તેથી વધુ વ્યૂઝ મળે છે તો કેટલા રૂપિયા મળે?

Instagram Reels Income: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો લાખો કમાઈ રહ્યા છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે કે જેને ઘણી એપ વિશે માહિતી નથી કે કંઈ એપમાંથી કેટલી કમાણી થાઈ છે. ત્યારે આજે અમે તમને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર 1 મિલિયન વ્યુઝ મળે છે તો કેટલી રકમ મળે છે તે વિશે માહિતી આપીશું.

આ પણ વાંચો: Jioએ લોન્ચ કર્યો 90 દિવસનો સસ્તો પ્લાન, મળશે આ લાભ

રીલ વાયરલ થાય છે ત્યારે કેટલી રકમ મળે છે?
તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ વાયરલ થયા પછી કંપની પૈસા આપતી નથી. તમારી પાસે 1 મિલિયન વ્યુઝ છે કે તેનાથી વધારે વ્યુઝ હોય તેનાથી કંપનીને કોઈ ફરક પડ્તો નથી. જો તમારે સારા વ્યુઝ આવ્યા છે તો તમારા ફોલોવર્સ વધી શકે છે. જેના કારણે તમને તમારા એકાઉન્ટ પર જાહેરાત કરવા માટે કોઈ કહી શકે છે. આ જાહેરાત પર તમને જે પૈસા આપવામાં આવે છે જેતે વ્યક્તિ તરફથી તે તમને આવક મળી શકે છે. જો તમારા ફોલોઅર્સ વધારે છે તો કોઈ પણ માર્કેટિંગ એડ તમને મળી શકે છે. જેને તમે તમારા એકાઉન્ટ પર પ્રમોટ કરીને પેમેન્ટ કરી શકો છો.