Instagramમાં આવ્યું અમેઝિંગ ‘પ્રોફાઇલ કાર્ડ’ ફીચર, મળશે નવો અનુભવ
Instagram: ટેક્નોલોજીના યુગમાં સોશિયલ મીડિયામાં એપમાં સતત અપડેટ આવી રહ્યા છે. તેમાં પણ સૌથી વધારે Instagramનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ લોકો રોજ લે છે. ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સ માટે નવા નવા ફિચર લઈને આવે છે. હવે ફરી એકવાર નવું અપડેટ લઈને Instagram આવ્યું છે.
પ્રોફાઇલ કાર્ડ નામનું ફિચર
ઇન્સ્ટાગ્રામે તેના યુઝર્સ માટે પ્રોફાઇલ કાર્ડ નામનું એક નવું ફીચર રજૂ કર્યું છે. તેનો ફાયદો એ થશે કે યુઝર્સ તેમની પ્રોફાઈલ પહેલા કરતા આસાનીથી શેર કરી શકશે. જેમાં તમને શેર કરવાનો ઓપ્શન મળશે. ઇન્સ્ટાગ્રામ અનુસાર નવું ફીચર યુઝર્સને પર્સનલાઇઝ્ડ અને એનિમેટેડ ડિજિટલ કાર્ડ બનાવવાનો નવો વિકલ્પ આપે છે. તમને તેમાં યુઝર્સને બેકગ્રાઉન્ડ કલર બદલવાનો વિકલ્પ મળી રહેશે. આ પ્રોફાઈલ કાર્ડ ફીચરમાં યુઝર્સને પોતાનો સેલ્ફી ફોટો એડ કરવાનો વિકલ્પ પણ મળી રહેશે.
આ પણ વાંચો: ‘X’માં આવ્યું ફરી નવું અપડેટ, બ્લોક થશો તો પણ આ ફાયદો
આ રીતે પ્રોફાઇલ કાર્ડ ફીચરનો ઉપયોગ કરો
જો તમે ઈન્સ્ટાગ્રામના નવા ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે ઈન્સ્ટાગ્રામ પર પહેલા જવાનું રહેશે. આ પછી તમારે જમણી બાજુએ દેખાતા પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમને શેર પ્રોફાઇલ ટેપ કરવાનું રહેશે. શેર પ્રોફાઇલ પર ક્લિક કરતાની સાથે જ તમારું પ્રોફાઇલ કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે. જો તમે પ્રોફાઇલ કાર્ડમાં ફેરફાર કરવા માંગતા હોવ તો તમે એડિટ બટન પર જઈને તમે સેટ કરી શકો છો. આ પછી તમે તમારું પ્રોફાઇલ કાર્ડને શેર કરી શકો છો.