December 25, 2024

ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, આવી રહી છે આ સમસ્યા

Instagram Down: લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું હોવાનું સામે આવ્યું છે. અચાનક ડાઉન થવાને કારણે, ઘણા વપરાશકર્તાઓ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકતા નથી. લોકોએ DownDetector પર ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાની જાણ પણ કરી છે.

ઇન્સ્ટાગ્રામમાં આવી સમસ્યા
Downdetector પર લગભગ એક હજાર યુઝર્સે Instagram ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. આજે 12 વાગ્યાની આસપાસ ચાલી હતી. લોકોએ ફરિયાદમાં લખ્યું કે હાલ અમે એપનો ઉપયોગ કરી શકતા નથી. ઘણા વપરાશકર્તાઓએ એપ્લિકેશન્સ આપોઆપ લોગ આઉટ થવાની જાણ કરી હતી. લોકોએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર, યુઝર્સે ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાની ફરિયાદ પણ કરી હતી. લોકોએ તેના પર લખ્યું કે જ્યારે તેઓ કોઈ રીલ અથવા પોસ્ટ ખોલે છે, ત્યારે તે ખુલતી નથી.

આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

સોશિયલ મીડિયા પર મીમ્સ
ઘણા ઈન્સ્ટાગ્રામ યુઝર્સનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામ ચાલી રહ્યું છે પરંતુ તેઓ વચ્ચે હેંગિંગ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બીજી બાજૂ આઉટેજ અંગે ઇન્સ્ટાગ્રામ અને તેની પેરેન્ટ કંપની મેટા દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ઇન્સ્ટાગ્રામ ડાઉન થતાં જ સોશિયલ મીડિયા પર મીમ્સ ફેલાવા લાગ્યા છે.