January 20, 2025

Instagram Down થયું, આવી રહી છે આ સમસ્યા

Instagram Down: છેલ્લા ઘણા સમયથી મોટા ભાગની એપ ડાઉન થવાના અહેવાલો વધારે મળી રહ્યા છે. ફરી એક વાર ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લી 25 મિનિટથી યુઝર્સને રિલ્સને જોવામાં મુશ્કેલી પડી રહી છે.

ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન
છેલ્લી 25 મિનિટથી ઇન્સ્ટાગ્રામના વપરાશકર્તાઓને મુશ્કેલી પડી રહી છે. જેમાં રિલ્સ જોવામાં સમસ્યા આવી રહી છે. ઘણા સમયથી તમામ એપ્સ પર આ સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણો ઘણા છે. કંપની કોઈ અપડેટ લાવતી હોય છે તે સમયે પણ થોડી વાર પુરતી સેવા બંધ કરવામાં આવે છે. જેના કારણે પણ આ સમસ્યા આવતી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે 5 વર્ષ પહેલા સાડા 9 કલાક માટે ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું હતું. 3 જુલાઈ, 2019ના રોજ, રાત્રે 8 વાગ્યે, ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં વોટ્સએપ ફેસબુક,અને ઇન્સ્ટાગ્રામ ડાઉન હતા. સાડા 9 કલાક સુધી ડાઉન કર્યા પછી બીજા દિવસે આ સેવા ચાલું કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Jioના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા પણ આ ટ્રિક્સ અજમાવીને પૈસા બચાવો

ડિસેમ્બરમાં Xની સર્વિસ ડાઉન હતી
વર્ષ 2023માં 21 ડિસેમ્બર દિવસે Xની સર્વિસ ડાઉન થઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવા ભારત સહિત વિશ્વભરના યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લોકોને પોસ્ટની જગ્યાએ યુઝર્સને એક મેસેજ જોવા મળી રહ્યો હતો. જેમાં લખીને આવતું હતું કે Welcome to X.ત્યારે ફરી એક વાર ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું છે. કેટલા સમયમાં તેનું નિરાકરણ આવશે તે કહેવું હાલ મુશ્કેલ છે.