પાકિસ્તાનને વધુ એક ઝટકો, ભારતમાં પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ

Pakistan: ભારતમાં પાકિસ્તાની સેલેબ્સના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. પહલગામ હુમલા પછી ભારત સરકારે કાર્યવાહી કરી અને ભારતીય યૂઝર્સ માટે મોટા પાકિસ્તાની કલાકારોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. આ યાદીમાં હાનિયા આમિરથી લઈને ઇમરાન અબ્બાસ જેવા સેલેબ્સના નામ સામેલ છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત સરકાર પાકિસ્તાન સામે કડક વલણ અપનાવી રહી છે. આ સંદર્ભમાં ભારતમાં હવે પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે સેલેબ્સના ફોલોઅર્સમાં ભારે ઘટાડો થયો હશે. જોકે, હાનિયા આમિર અને માહિરા ખાને પણ પહલગામમાં થયેલા હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
ઇન્સ્ટાગ્રામ પર આ પાકિસ્તાની કલાકારોના યુઝર આઈડી સર્ચ કરતી વખતે લખેલું હોય છે – એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. આનું કારણ એ છે કે આ કેન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની કાનૂની વિનંતીનું પાલન કર્યું છે.
લોકપ્રિય અભિનેત્રી હાનિયા આમિર એ પાકિસ્તાની કલાકારોમાં સામેલ છે જેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઈસમાં જોવા મળેલી માહિરા ખાન, શ્રીદેવી સાથે ફિલ્મ મોમમાં કામ કરનાર સજલ અલી અને એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળેલ ઇમરાન અબ્બાસનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત અલી ઝફર સહિત ઘણા અન્ય એકાઉન્ટ્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઇન્ડોનેશિયામાં વહેલી સવારે ભૂકંપ, 4.10ની તીવ્રતાના આંચકા અનુભવાયા
હાનિયા આમિરે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આમાં તેમણે લખ્યું હતું- ‘તાજેતરની ઘટનાઓથી પ્રભાવિત નિર્દોષ લોકો સાથે મારી સંવેદના છે.’ તમને જણાવી દઈએ કે આ પહેલા ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને પણ બ્લોક કરી દીધી હતી. આમાં જીઓ ન્યૂઝ, ડોન ન્યૂઝ, સમા ટીવી અને એઆરવાય ન્યૂઝ સહિત ઘણી પાકિસ્તાની મીડિયા સાઇટ્સ અને ચેનલોનો સમાવેશ થાય છે.