July 2, 2024

આ IPS સામે Bollywoodની અભિનેત્રીઓ પણ ફેલ, આશના ચૌધરીની સફળતાની કહાની

Success Story: કહેવાય છે કે તમે તમારી ભૂલોમાંથી શીખીને જીવનમાં સફળતા મેળવી શકો છો. આવી જ કહાની છે સરકારી કર્મચારી આશના ચૌધરીની. આશનાએ UPSC પરીક્ષા 2022માં 116મો રેન્ક મેળવ્યો હતો. આશના તેના ત્રીજા પ્રયાસમાં સફળ રહી હતી. તો આવો આજે અમે તમને જણાવીએ આશના ચૌધરીની સફળતાની કહાની.

ધો-12માં સારા માર્ક્સ હતા
આશના ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવાની રહેવાસી છે. તેમના પિતા ડૉ. અજીત ચૌધરી સરકારી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, પીલખુવામાંથી મેળવ્યું હતું. આ પછી તેમણે ઉદયપુરની શાળામાંથી અભ્યાસ કર્યો હતો. આ રીતે ધો-12માં આવતા સુધીમાં તેણે શાળાઓ અને શહેરો બદલી નાખ્યા હતા. તેણે ધોરણ 12માં 96.5 ટકા મેળવ્યા હતા.

થોડો સમય NGOમાં કામ કર્યું
આશનાએ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજ ફોર વુમનમાંથી અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં તેણે સાઉથ એશિયન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ કર્યું. આ સાથે તેમણે એક NGO સાથે પણ કામ કર્યું, જેનો ઉદ્દેશ્ય વંચિત બાળકોને શિક્ષિત કરવાનો હતો.

આ પણ વાંચો:  અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં 8 થી 14 જૂન વચ્ચે વરસાદની શક્યતા

સ્નાતક થયા પછી શરૂ થઈ તૈયારી (Success Story)
આશના ગ્રેજ્યુએશન પછી બ્રેક લેવા માંગતી હતી. પરિવારના સભ્યોએ UPSCની તૈયારી કરવાની સલાહ આપી હતી. પછી શું આશનાએ 2019થી UPSCની તૈયારી શરૂ કરી દીધી. બે પ્રયાસોમાં નિષ્ફળ ગયા બાદ ત્રીજા પ્રયાસમાં 992 ગુણ મેળવ્યા હતા. વર્ષ 2022માં તેણે UPSC માં પ્રવેશ કર્યો હતો.

પ્રથમ અને બીજા પ્રયાસમાં ફેલ થઇ ગઇ હતી
તમને જણાવી દઈએ કે, આશના તેના પહેલા પ્રયાસમાં જ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. પછી તે UPSC પ્રિલિમ્સ પણ પાસ કરી શકી ન હતી. તેના બીજા પ્રયાસમાં પણ તે પ્રિલિમ્સમાં અઢી માર્કસથી ચૂકી ગઈ હતી. આ પછી તેણે પોતાની તૈયારીની રણનીતિ બદલી અને પરિણામ બધાની સામે છે. આશના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 107 હજાર ફોલોઅર્સ છે.