December 23, 2024

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટેસ્ટમાં એક દાવમાં 600 રન બનાવનારી પ્રથમ ટીમ

INDW vs SAW: ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ચેન્નાઈના મેદાન પર ટેસ્ટ મેચ રમાઈ હતી. બીજા દિવસે ભારતીય ટીમે 603 રનના સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો છે. ટીમ ઈન્ડિયાએ મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

ચિદમ્બરમ સ્ટેડિયમ
ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં એક મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે.  હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે ભારતીય ટીમનો સ્કોર 525 રન અને આજના દિવસે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 603 રનના સ્કોર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 90 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

આ પણ વાંચો: Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, ભારત માટે બેવડી સદી ફટકારનાર બીજી બેટ્સમેન

શાનદાર બેટિંગ પ્રદર્શન
ટીમ ઈન્ડિયા મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એક દાવમાં 600 રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારત – 603 રન (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ ટેસ્ટ મેચ, વર્ષ 2024), ઓસ્ટ્રેલિયા – 575 રન (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પર્થ ટેસ્ટ મેચ, વર્ષ 2023), ઓસ્ટ્રેલિયા – 569 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગિલ્ડફોર્ડ ટેસ્ટ મેચ, 1998), ઓસ્ટ્રેલિયા – 525 રન (ભારત વિરુદ્ધ, અમદાવાદ ટેસ્ટ મેચ, 1984), ન્યુઝીલેન્ડ – 517 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, સ્કારબોરો ટેસ્ટ મેચ, 1996) મહિલા ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં એક દાવમાં સૌથી વધુ સ્કોર આ ટીમ છે.