October 4, 2024

INDW vs NZW: વર્લ્ડ કપની પ્રથમ મેચનો જાણી લો પિચ રિપોર્ટ, જાણો કોણ જીતશે

INDW vs NZW: મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. આ મેચનું આયોજન દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મેદાન પર આ બીજી વર્લ્ડ કપ મેચ હશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ જીત તરફ ધ્યાન રાખશે. આજે સાંજે આ મેચ રમાશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપનો ખિતાબ જીતવા ઈચ્છશે. આવો જાણીએ કેવી રહેશે દુબઈની પીચ.

ક્રિકેટ સ્ટેડિયમ પીચ રિપોર્ટ
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો 5 મહિલા ટી20 મેચ રમાઈ છે. પ્રથમ દાવનો સ્કોર 90 છે અને પહેલા જે બેટિંગ કરે તે ટીમ 2 મેચ જીતી છે. ત્રણ વખત પીછો કરતી ટીમની જીત થઈ છે. જેના કારણે ટોસની ભૂમિકા ખાસ રહેવાની છે. તેમાં પણ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય મહત્વનો ગણાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજના દિવસે વરસાદની કોઈ સંભાવનાઓ જોવા મળી રહી નથી.

ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
T20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કંઈ ખાસ જોવા મળ્યો નથી. બંને વચ્ચે ટોટલ 13 T20 મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાની તેમાં 4 જીત થઈ છે. ન્યૂઝીલેન્ડના રેકોર્ડની વાત કરવામાં આવે તો T20માં ખૂબ ખરાબ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

મહિલા T20 વર્લ્ડ કપ માટે બંને ટીમોની ટીમ

ભારત: દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, શ્રેયંકા પાટિલ. .

ન્યુઝીલેન્ડ: મેડી ગ્રીન, બ્રુક હેલીડે, ફ્રેન જોનાસ, લેઈ કેસ્પરેક, મેલી કેર, જેસ કેર, રોઝમેરી મેર, સોફી ડેવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, ઇઝી ગેજ, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હેન્ના રોવે, લી તાહુહુ .