September 15, 2024

સલમાનનું નામ લઈ પ્રખ્યાત સિંગરના ઘરની બહાર ફાયરિંગ, બિશ્વોઈ ગેંગે લીધી જવાબદારી

AP Dhillon Firing: ઈંડો-કેનેડિયન સિંગર અને પંજાબી મ્યુઝિકની દુનિયામાં રેકોર્ડ પ્રોડ્યૂસર એપી ઢિલ્લોં સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે. ઘણી બધી રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેનેડાના વૈંકૂવરમાં તેના ઘરની બહાર ગોળીબાર થયો છે. જોકે આ ઘટનાની આધિકારીક પુષ્ટિ થઈ નથી.

ઘણી બધી મીડિયા રિપોર્ટ અનુસાર, ફાયરિંગનો વીડિયો સામે આવ્યો છે, જેની તપાસ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે ફાયરિંગ પાછળ ગોલ્ડી બરાડની ગેંગનો હાથ છે. આધિકારીક ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ગોળીબાર પાછળ શું હેતુ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આ અભિનેતાએ શાહરૂખના ઘરમાં ગૌરી ખાનને જોઈ કહ્યું હતું,‘તમે SRKના પત્ની છો તો પેલી…’

લોરેંસ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે લીધી હુમલાની જવાબદારી
બીજી તરફ ટાઈમ્સ નાઉની રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે, એપી ઢિલ્લોંના ઘરની બહાર થયેલ તાબડતોડ ફાયરિંગની જવાબદારી લોરેંસ બિશ્નોઈ અને રોહિતક ગોદારાએ લીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,‘હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ નથી. તેની પણ જાણકારી સામે નથી આવી કે હુમલો થયો તે સમયે ઢિલ્લોં ઘરમાં હતા કે નહીં. પરંતુ સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તેના વિશેની જાણકારી એકઠી કરવામાં આવી રહી છે.’

એપી ઢિલ્લોં પર શા માટે હુમલો થયો?
હુમલાની જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં સલમાન ખાનનો પણ ઉલ્લેખ છે કે તેમની નિકટતાના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

સલમાન ખાન અને સંજય દત્ત સાથે ગીત રિલીઝ થયું હતું
એપી ઢિલ્લોંનું પૂરું નામ અમૃતપાલ સિંહ ઢિલ્લોં છે. હાલમાં તે પંજાબી ગીતોના સૌથી પ્રખ્યાત ગાયક છે. એપી ઢિલ્લોંના ચાહકોમાં જાહ્નવી કપૂર, અનન્યા પાંડે અને ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ સામેલ છે. તાજેતરમાં જ તેણે સલમાન ખાન અને સંજય દત્ત સાથેનું ગીત ‘ઓલ્ડ મની’ પણ રિલીઝ કર્યું હતું. અત્યાર સુધીમાં ઈન્ડો-કેનેડિયન રેપર અને ગાયક એપી ઢિલ્લોંના 5 સોલો ગીતોએ યુકે એશિયન અને પંજાબી ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે ‘મઝૈલ’ અને ‘બ્રાઉન મુંડે’ બિલબોર્ડ ચાર્ટમાં ટોચ પર છે.