December 19, 2024

મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબાર, 6 લોકોના મોત, 26 ઈજાગ્રસ્ત

6 - NEWSCAPITAL

નૉર્થન મેક્સિકોમાંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ત્રણ બંદૂકધારીઓએ એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોળીબારની આ ઘટના સરહદી રાજ્ય સોનોરામાં બની હતી. ફાયરિંગ બાદ અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાંથી બેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. આ સિવાય ઘાયલોમાં પાંચ બાળકો પણ સામેલ છે, જેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા માર્યા ગયા હતા. આ હુમલામાં સામેલ અન્ય એક હુમલાખોર પહેલાથી જ પાર્ટીમાં હતો.

આ પણ વાંચો : LIVE : અયોધ્યામાં PM Modi નો રોડ શો, કરાયું ભવ્યાતિભવ્ય સ્વાગત
6 - NEWSCAPITALક્રિસમસ પૂર્વેની પાર્ટી દરમિયાન 12 મૃત્યુ પામ્યા હતા

મેક્સિકોમાં પણ ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. લગભગ 12 દિવસ પહેલા પ્રી-ક્રિસમસ પાર્ટી દરમિયાન થયેલા ફાયરિંગમાં 12 લોકોના મોત થયા હતા. આ ઘટના સેન્ટ્રલ મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યની છે. મળતી માહિતી મુજબ, છ બંદૂકધારીઓ એકસાથે એક ઈવેન્ટમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો, જેમાં 12 લોકોના મોત થયા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે ગુઆનાજુઆતો મેક્સિકોના સૌથી હિંસક રાજ્યોમાંથી એક છે. અહીં રોજ ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ના આરંભેથી જ અમેરિકા અને મેક્સિકો સહિત અનેક સ્થળોએ ગોળીબારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો મેક્સિકોમાં થતાં હવે સ્થાનિકો રોષે ભરાયા છે. આ મામલે પોલીસ કડક કાર્યવહી કરે તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં મેક્સિકો પોલીસ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું.