January 5, 2025

ઈન્ડિગોએ હવાઈ મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

Indira Airport: ઈન્ડિગોએ દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઈટમાં જનારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેનું ધ્યાન રાખીને જે લોકો દિલ્હીથી ફ્લાઈટ પકડવાના હોય તેને ધ્યાન રાખી લેવું જરૂરી છે.આજના દિવસે દિલ્હીમાં ભારે ધુમ્મસ જોવા મળ્યો હતો. વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે તેની અસર એરલાઇને પડી છે. આવો જાણીએ કે ઈન્ડિગોએ શું એડવાઈઝરી જાહેર કરી છે.

આ પણ વાંચો: ગિલ સહિત 4 ક્રિકેટરના નામ ખુલ્યા ગુજરાતના Bz Group Scam કેસમાં, કરિયર જોખમમાં

એડવાઈઝરી જારી કરવામાં આવી
દિલ્હી ઉપરાંત ઈન્ડિગોએ અન્ય ઘણા એરપોર્ટ પર એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હીની સાથે બેંગલુરુ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જેના કારણે ફ્લાઈટના ટાઈમ ટેબલમાં ચેન્જ કરવામાં આવ્યો છે. જો તમારે પણ ફ્લાઈટ પકડવાની હોય તો પહેલા સ્થિતિ ચેક કરી લેજો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અન્ય એક પોસ્ટમાં ઈન્ડિગોએ કહ્યું, ‘શ્રીનગરમાં હિમવર્ષા થઈ રહી છે. આ ફ્લાઈટના ટાઈમમાં ચેન્જ કરવામાં આવશે. જો તમે પણ ફ્લાઈટમાં જવાનો છો તો તે પહેલા સ્થિતિ ચેક કરી લેજો.