January 6, 2025

આ કંપની પાસે દેશભરમાં 19 સોલાર પ્રોજેક્ટ!

અમદાવાદ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઈન્ડિયા ગ્રીડે રૂપિયા 1,550 કરોડના એન્ટરપ્રાઈઝ મૂલ્યમાં 300 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટનું સંપાદન પૂર્ણ કર્યું છે. કંપનીએ શુક્રવારે માહિતી આપતા જણાવ્યું કે આ ડીલ થયા બાદ ઈન્ડિગ્રીડ પાસે દેશભરના આઠ રાજ્યોમાં 19 સોલર પ્રોજેક્ટ થઈ ગયા છે.

સોલાર એસેટનો વ્યવહાર
કુલ ઉત્પાદન ક્ષમતાની જો વાત કરવામાં આવે તો તે 1.1 ગીગાવોટ છે. ઈન્ડીગ્રીડએ પોતાના એક નિવેદનમાં માહિતી આપતા જણાવ્યું કે મેનેજમેન્ટ હેઠળની તેની કુલ સંપત્તિ હવે 28,200 કરોડ રૂપિયા છે. વધુ માહિતી આપતા જણાવ્યું કે ઇન્ડિગ્રીડ ભારતના પ્રથમ અને સૌથી મોટા લિસ્ટેડ પાવર સેક્ટર-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટએ લગભગ રૂપિયા 1,550 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યાંકન પર 300 મેગાવોટ સોલાર એસેટનો વ્યવહાર પૂર્ણ કર્યો છે.

હિંડાલ્કોની અમેરિકી સબ્સિડિયરી લાવશે IPO
અટલાન્ટા સ્થિત નોવેલિ, ઈન્કે મંગળવારે આઈપીઓ પેપર જમા કરવાની જાણકારી આપી છે. કંપનીએ આ અંગે કહ્યું કે, આઈપીઓ માટે નોવેલિસના શેરહોલ્ડર કોમન શેર બહાર પાડશે. તેના વેચાણથી કંપનીને કંઈ પણ નહીં મળે. કંપનીને ફિલહાલ આ અંગે સ્પષ્ટતા નથી કરી કે તેઓ કેટલા ભાગનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. એસઈસી દ્વારા પેપર્સનું રિવ્યુ કર્યા બાદ માર્કેટની સ્થિતિ અને અન્ય વસ્તુને ધ્યાને લેવામાં આવશે.