ઇન્ડિગો હોલી સેલની 10મી માર્ચથી શરૂઆત, વનવે ડોમેસ્ટિક ફ્લાઇટ માત્ર 1199માં; જાણો તમામ ઓફર્સ

યશ ભટ્ટ, અમદાવાદઃ ઇન્ડિગોએ તેનો ‘હોળી સેલ’ શરૂ કર્યો છે, આ સેલ 10 માર્ચથી 12 માર્ચ, 2025 સુધી બુકિંગ માટે ખુલ્લો છે. જે 17 માર્ચથી 21 સપ્ટેમ્બર, 2025 વચ્ચેની મુસાફરી માટે છે. આ સમયગાળા દરમિયાન વનવે ડોમેસ્ટીક ફ્લાઈટના ભાવ રૂ. 1199 અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના ભાવ રૂ. 4199થી શરૂ થાય છે. ડિસ્કાઉન્ટેડ ભાડાં ઉપરાંત, ઇન્ડિગો એડ-ઓન્સ પર વધારાના લાભો પણ આપી રહ્યું છે:
ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે પ્રી-પેઇડ વધારાના સામાન (15 કિગ્રા, 20 કિગ્રા, 30 કિગ્રા) પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.
સ્ટાન્ડર્ડ સીટ પસંદગી પર 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.
ભોજન (પહેલાથી બુક કરેલું) પર ફ્લેટ 10 ટકા ડિસ્કાઉન્ટ.
ઇમરજન્સી XL (વધારાની લેગરૂમ) સીટ્સ ઘરેલુ ફ્લાઇટ્સ માટે રૂ. 599 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે રૂ. 699થી શરૂ.
ફાસ્ટ ફોરવર્ડ સેવાઓ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.
6E પ્રાઇમ અને 6E સીટ એન્ડ ઇટ સેવાઓ પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.