January 23, 2025

IndiGoની ફ્લાઈટે Air India Express ને મારી ટક્કર

Kolkata Airport: કોલકતા એરપોર્ટ પર બુધવારે એક મોટી દુર્ધટના થતા રહી ગઈ છે. રનવે પર ચાલી રહેલા ઈન્ડિગો એરલાઈન્સના એક પ્લેને એયર ઈન્ડિયા એક્સપ્રેસના ઉભા વિમાનને ટક્કર મારી છે. એયર ઈન્ડિયા એક્સપ્રેસનું આ પ્લેન કોલકતાથી ચેન્નઈ તરફ જવા માટે તૈયાર થઈ રહ્યું હતું. આ ઘટનામાં કોઈ પેસેન્જરને નુકસાન થયું નથી. તો એવિએશન રેગ્યુલેટર નાગરિક ઉડ્યન મંત્રાલયે કાર્યવાહી કરતા ઈન્ડિગોના પાયલેટને રોસ્ટરથી હટાવી દિધો છે.

આ પણ વાંચો: Indigo અને મુંબઈ એરપોર્ટને કારણદર્શક નોટિસ મળી, ઉડ્ડયન મંત્રાલયે આજે જ જવાબ માંગ્યો !

DGCAએ આ સમગ્ર મામલામાં એક ડિટેલ ઈનક્વાઈરીના આદેશ આપ્યા છે. રિપોર્ટ અનુસાર આ ઘટના કોલકતાના એરપોર્ટ પર સવારના સમયે બની છે. તે સમયે ઈન્ડિંગોની ફ્લાઈટ ટેક્સી ત્યાંથી પસાર થઈ રહી હતી. એ સમયે એરક્રાફ્ટના એકનો ભાગ ઉડાન ભરવા માટે તૈયાર થઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનથી અથડાયું હતો. એ સમયે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. DGCAના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, IndiGo A320 VT-ISS વિમાનને Air India Expressની ફ્લાઈ્ટ 737 VT-TGGને ટક્કર મારી હતી. ઈન્ડિગોના બંન્ને પાયલોટની વિરૂદ્ધ એક્શન લેવામાં આવ્યું છે.

Air India Expressએ શું કહ્યું?
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, કોલકતા એરપોર્ટના રનવે પર અમારુ એક પ્લેન તમિલનાડુથી ચેન્નઈ તરફ જવા માટે ક્લિયરેન્સની રાહ જોઈ રહ્યું હતું. એ સમયે ઈન્ડિંગોના પ્લેનના પાંખયાની એક ભાગ અમારા પ્લેન સાથે અથડાયું હતું. એરક્રાફ્ટને એ બાદ પરત મોકલવામાં આવ્યું. હાત સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. અમે DGCA અને એરપોર્ટ ઓથોરિટીને તપાસમાં મદદ કરી રહ્યા છીએ. આ દુર્ધટનામાં કોઈ પણ યાત્રિકોને અસુવિધા થઈ હોય તે એ માટે અમે દિલગીર છીએ.

IndiGoએ શું કહ્યું?
પ્રેસ રિલીઝમાં ઈન્ડિંગોએ કહ્યું કે, કોલકતા એરપોર્ટમાં ઈન્ડિંગો એરલાઈનના એક વિમાને રન-વે પર ઊભા રહેલા એર ઈન્ડિયાના પ્લેનને ટક્કર મારી છે. એ બાદ રૂટીન પ્રોટોકોલને ફોલો કરતા એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનને ઈન્સ્પેક્શન માટે પરત મોકલી દેવામાં આવ્યું. તો બીજી તરફ IndiGoની ફ્લાઈ સંખ્યા 6E 6152ને ટેકઓફ થવામાં સમય લાગ્યો. ફ્લાઈટ મોડી થવાના કારણે અમે તમામ યાત્રિકોને રિફ્રેશમેન્ટ આપ્યું છે. પેસેન્જરની અસુવિધાને ઓછી કરવા માટે એક વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.