પાકિસ્તાનની ભૂમિ પર વાગ્યું ભારત ભાગ્ય વિધાતા, ઓસી.-ઈંગ્લેન્ડની ટીમ ચોંકી ગઈ

England vs Australia: ચેમ્પિયન્સ ટ્રોફીની આજે ચોથી મેચ છે. આ મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ સમયે પાકિસ્તાને મોટી ભૂલ કરી દીધી છે. જેમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતનું રાષ્ટ્રગીત વગાડી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો થયો વાયરલ
પાકિસ્તાનના આયોજકોની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે પ્રયત્નશીલ કરશે.

આ પણ વાંચો: હથિયારો રાખનાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાસ કાર્યવાહી, માહિતી આપનારને ઇનામ અપાશે

મેચ માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ઓસ્ટ્રેલિયા: જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, નાથન એલિસ, એડમ ઝામ્પા, સ્પેન્સર જોહ્ન્સન.

ઈંગ્લેન્ડ:  જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, ફિલ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુકજોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.