November 18, 2024

ભારતનું મેડ ઇન ઇન્ડિયા સૌથી ઝડપી રાઉટર લોન્ચ!

અશ્વિની વૈષ્ણવ - ફાઇલ તસવીર

અમદાવાદ: ટેકનોલોજીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ હરીફાઈમાં ભારત કેમ પાછળ રહે? ભારતનું સૌથી ઝડપી રાઉટર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તમારા આંખના પલકારામાં ડેટા મોકલી શકાય છે.

મહત્વપૂર્ણ સિદ્ધિ
લોન્ચ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશનું પ્રથમ સ્વદેશી રાઉટર 2.4 Tbpsની ઝડપે કામ કરવા સક્ષમ છે, આ નાની વાત નથી. વાસ્તવમાં આ આપણા દેશ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે બેંગલુરુમાં ભારતનું સૌથી ઝડપી અને સ્વદેશી ડિઝાઇન કરેલ IP/MPLS રાઉટર લોન્ચ કરવામાં આવ્યું હતું. મહત્વની અને ખાસ વાત એ છે કે નિવેટી સિસ્ટમ્સ દ્વારા બનાવવામાં આવેલ આ રાઉટર 2.4 ટેરાબાઈટ પ્રતિ સેકન્ડ (Tbps)ની ઝડપે ડેટા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ નાની વાત ના કહી શકાય. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અત્યાર સુધી ભારત સેવા ઉદ્યોગ માટે ઉત્તમ સ્થાન રહ્યું છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે રાઉટર્સનો ટૂંક સમયમાં દેશમાં હજારો સ્થળોએ ઉપયોગ કરવામાં આવશે.

મેડ ઇન ઇન્ડિયા રાઉટર
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વિશ્વમાં અગ્રણી ઉત્પાદન રાષ્ટ્ર બનવામાં મદદ મળી રહેશે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે મેડ ઈન ઈન્ડિયા રાઉટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને પ્રોત્સાહન આપે છે. તે એક અભિગમ છે જે ઉત્પાદન અને નવીનતા માટે ભાર મૂકે છે. તમને જણાવી દઈએ કે દુનિયાની સાથે ભારત પણ ટેકનોલોજીના વિકાસમાં આગળ વધી રહ્યું છે. સરકાર પણ એવા પ્રયત્ન કરે છે જેના થકી ટેકનોલોજીમાં વધારો થાય.