January 7, 2025

ચીન-પાકિસ્તાનના ષડયંત્ર થશે નાકામ, ‘પુષ્પક’ વિમાન સફળતાપૂર્વક લોન્ચ

દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પુનઃઉપયોગી લોન્ચ વ્હીકલ (RLV LEX-02) સફળતાપૂર્વક લેન્ડ કર્યું. આ સ્વદેશી સ્પેસ શટલનું નામ પુષ્પક વિમાન રાખવામાં આવ્યું છે. કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે સવારે 7.10 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા તેને 4.5 કિમીની ઊંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને રનવે પર ઑટોનોમસ લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું હતું.

પુષ્પક વિમાનને લગતી મોટી વાતો

  • પુષ્પક RLV એક સ્વદેશી સ્પેસ શટલ છે, થોડા વર્ષોમાં આપણા અવકાશયાત્રીઓ તેના મોટા સંસ્કરણમાં કાર્ગો મૂકી શકે છે અને તેને અવકાશમાં મોકલી શકે છે.
  • આના દ્વારા સેટેલાઇટ પણ લોન્ચ કરી શકાય છે. ઉપગ્રહને અવકાશમાં છોડ્યા પછી તે પાછો આવશે, જેથી તે ફરીથી ઉડી શકે.
  • આના દ્વારા આપણે કોઈપણ દેશની જાસૂસી કરી શકીએ છીએ. હુમલા પણ કરી શકાય છે
  • તે અંતરિક્ષમાં જ દુશ્મનના ઉપગ્રહોને નષ્ટ કરી શકે છે.
  • તે ઓટોમેટેડ રીયુઝેબલ લોન્ચ વ્હીકલ છે. આવા એરક્રાફ્ટમાંથી ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW) ફાયર કરી શકાય છે.
  • પુષ્પક વિમાનની લંબાઈ 6.5 મીટર છે અને તેનું વજન 1.75 ટન છે.તેને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ઉડાડવામાં આવશે.
  • તેના નાના થ્રસ્ટર્સ વાહનને તે ચોક્કસ સ્થાન સુધી જવામાં મદદ કરશે જ્યાં તેને ઉતરવાનું છે.
  • સરકારે આ પ્રોજેક્ટમાં રૂ. 100 કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જે એક સીમાચિહ્નરૂપ છે. કારણ કે દેશ 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા તરફ આગળ વધી રહ્યો છે

આ પણ વાંચો: અફઘાનિસ્તાન ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા

અગાઉ પણ પ્રયોગો કરવામાં આવ્યા હતા
અગાઉ, RLVના લેન્ડિંગ પ્રયોગો 2016 અને 2023માં કરવામાં આવ્યા છે. 2 એપ્રિલ, 2023 ના રોજ, ISRO, DRDO અને IAF એ સંયુક્ત રીતે કર્ણાટકના ચિત્રદુર્ગમાં પુષ્પક વિમાનનું પરીક્ષણ કર્યું. આ વખતે પુષ્પક વિમાન અગાઉના RLV-TD કરતાં લગભગ 1.6 ગણું મોટું છે. તે RLV-TD કરતા વધુ વજન સાથે ઉતરી શકે છે. ઈસરોનું કહેવું છે કે આ ટેક્નોલોજીથી રોકેટ લોન્ચિંગ હવે પહેલા કરતા સસ્તું થઈ જશે. હવે અવકાશમાં સાધનો પહોંચાડવાના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.