January 18, 2025

ભારતીયોમાં સોનાને લઈને વધ્યો જોરદાર ક્રેઝ, નવેમ્બરમાં આયાત ચાર ગણી વધી

Gold: સોનાની કિંમતમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. પરંતુ કોઈ પ્રસંગ હોય કે કોઈ સારું કાર્ય હોય પહેલા સોનાને લેવાનું ચલણ થઈ ગયું છે. એક બાજૂ ભારતમાં ગોલ્ડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજૂ મોંઘવારીમાં પણ વધારો થઈ રહ્યો છે. પરંતુ એમ છતાં લોકોને જાણે ગોલ્ડની ખરીદી કરવાનો ક્રેઝ કે ટ્રેન્ડ વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે લગ્નોને કારણે નવેમ્બરમાં દેશમાં સોનાની આયાત ચાર ગણી વધી ગઈ છે. નવેમ્બર 2023માં સોનાની આયાત 3.44 અબજ ડોલર હતી. ગયા વર્ષના આ સમયે 32.93 અબજ ડોલર હતી.

આ પણ વાંચો: ICC 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ આજે થઈ શકે છે જાહેર

સોનાના ભાવ
દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 23 ટકા વધી છે. 78,350 રૂપિયા થઈ ગઈ છે. ભારતની સોનાની આયાત 30 ટકા વધીને $45.54 બિલિયન થઈ છે. દેશની કુલ આયાતમાં આ કિંમતી ધાતુનો હિસ્સો પાંચ ટકાથી વધુનો છે. ગયા મહિને દિવાળીનો પણ સમય હતો અને તેની સાથે લગ્નની સિઝન હોવાના કારણે ગોલ્ડની માંગ વધી હતી. જેના કારણે આયાતમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે.