October 4, 2024

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ક્રિકેટમાં પહેલીવાર આવું કંઈક કરશે

Indian women’s cricket Team: મહિલા T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે. આ મેચનું આયોજન દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. ભારતની મહિલા ટીમ પ્રથમ વખત આ સ્ટેડિયમ રમશે. આ સ્ટેડિયમમાં ઘણી મોટી ટુર્નામેન્ટ રમાણી છે.

ટીમ ઈન્ડિયાનો પડકાર
ભારતીય મહિલા ટીમ દુબઈની પરિસ્થિતિ પ્રમાણે નવી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરવું એક મોટો પડકાર ચોક્કસ હશે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં ક્યારેય T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. આ વખતે ભારતીય ટીમ પાસે ઘણી અપેક્ષાઓ જોવા મળી રહી છે. કારણ કે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

રેકોર્ડ છે ખૂબ ખરાબ
ન્યુઝીલેન્ડ સામે ભારતીય મહિલા ટીમનો રેકોર્ડ ખરાબ છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધી કુલ 13 T20 મેચ રમી છે. જેમાં 4 મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે અને ન્યુઝીલેન્ડની ટીમની 9 મેચમાં જીત થઈ છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને સામને આવશે ત્યારે ટીમ ભારત હળવાશથી નહીં લે. ચોક્કસ આ મેચને જીતવા માટે પ્રયત્ન કરશે.

મહિલા T20 વર્લ્ડ કપ માટે બંને ટીમોની ટીમ

ભારત: જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર,હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, શ્રેયંકા પાટિલ. .

ન્યુઝીલેન્ડ: મેડી ગ્રીન, બ્રુક હેલીડે, ફ્રેન જોનાસ, લેઈ કેસ્પરેક, મેલી કેર, જેસ કેર, સોફી ડેવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, ઇઝી ગેજ, રોઝમેરી મેર, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હેન્ના રોવે, લી તાહુહુ .