December 19, 2024

ભારતીય મહિલાની ઓસ્ટ્રેલિયામાં હત્યા, પતિ બાળકને લઈ ભારત આવ્યો

Chaithanya Madhagani Murder: હૈદરાબાદની એક 36 વર્ષીય મહિલાની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરવામાં આવી છે. જે બાદ મહિલાનો પતિ દેશમાં પરત આવી ગયો અને તેના બાળકને મહિલાના માતાપિતાને સોંપી દીધો છે. મળતી જાણકારી અનુસાર, ભારતની ચૈતન્ય મધાગનીનું પાર્થિવ શરીર શનિવારે રસ્તાના કિનારે એક ડબ્બામાં પડેલો મળ્યો હતો. મહત્વનું છે કે, ચૈતન્ય તેના પતિ અને બાળક સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી.

ધારાસભ્યએ કરી મુલાકાત
મૃતક મહિલા ઉપ્પલના ધારાસભ્ય લક્ષ્મા રેડ્ડીના મતવિસ્તારની રહેવાસી છે. મામલાની જાણકારી મળતાની સાથે જ ધારાસભ્ય મહિલાના માતા-પિતા સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. ધારાસભ્યના જણાવ્યા અનુસાર, મહિલાના માતા-પિતાની વિનંતી બાદ મહિલાના પાર્થિવ શરીરને હૈદરાબાદ લાવવા માટે વિદેશમંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યલયને પણ સૂચિત કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, મૃતક મહિલાના માતા-પિતાએ કહ્યું કે, તેમના જમાઈએ જ તેમની દીકરીની હત્યા કરી છે. આ વાતની કબુલાત કરી છે.

ઓસ્ટ્રેલિયા પોલિસનું નિવેદન
વિક્ટોરિયા પોલિસે 9 માર્ચના રોજ એક નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે, હોમિસાઈડ સ્કોડના જાસુસ વિનચેલ્સીની પાસે બકલેમાં એક મૃત વ્યક્તિની જાણકારી મળી હતી. જે બાદ તે અંગે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. મૃતક વ્યક્તિને બપોરના સમયે માઉન્ટ પોલક રોડ પર જોવા મળી છે. મિર્કો વે, પ્લાઈન્ટ કુક પર એક બીજું અપરાધી સ્થળ સ્થાપિત કરવામાં આવ્યું છે. આવું માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટના હત્યાની છે. જેમાં મોતને શંકાની નજરે જોવામાં આવી રહી છે. આ ઉપરાંત એવું પણ લાગી રહ્યું છેકે, મૃતક અને અપરાધી એકબીજાને પહેલાથી જાણતા હતા. હત્યા બાદ અપરાધી વિદેશ ભાગી ગયો હોયો તેવું બની શકે છે.