December 23, 2024

Kyrgyzstanમાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, Suratના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

અમિત રૂપાપરા, સુરત: કિર્ગિસ્તાનમાં હિંસાની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. ત્યારે હવે અભ્યાસ માટે ગયેલા ભારતીયો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિદ્યાર્થીઓ આ હિંસામાં ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. જો કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ થયુ હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. જેને લઇને વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર થોડાક દિવસ અગાઉ કિર્ગિસ્તાનમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક (કિર્ગિસ્તાન બિશ્કેક ક્લેશ)માં પાકિસ્તાની વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર રાત્રે કેટલાક સ્થાનિક લોકોના ગુસ્સે ભરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. આમાં કેટલાક પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચાર હતા. ત્યારે હવે અભ્યાસ માટે ગયેલા ભારતીયો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિદ્યાર્થીઓ આ હિંસામાં ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. જો કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ થયુ હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. જેને લઇને વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

નોંઘનીય છે કે સુરતના 100 કરતા વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. મેડિકલ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. મળતી માહિતી અનુસાર કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારનો સભ્યો વિદેશ મંત્રા સાથે સંપર્ક કરી રહ્યા છે. હાલ કિર્ગિસ્તાનમાં રાજધાની બિશકેકમાં પરિસ્થિતિ ગંભીર છે. સુરતની રિયા લાઠીયા પણ યુનિવર્સીટી ઓફ કસમાંમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. જેને સોશિયલ મીડિયા દ્વારા મદદ માગી છે. તો રિયા લાઠીયા યુનિવર્સીટી ઓફ કસ્મામાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિધાર્થીનીએ સોશિયલ મીડિયા મારફતે ઓડિયો કલીપ જાહેર કરી સરકાર પાસે મદદ માંગી છે.

ઉલ્લેખનીય છે કે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક (કિર્ગિસ્તાન બિશ્કેક ક્લેશ)માં પાકિસ્તાની વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર રાત્રે કેટલાક સ્થાનિક લોકોના ગુસ્સે ભરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. આમાં કેટલાક પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચાર હતા. લડાઈ શા માટે થઈ તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ અહેવાલો અનુસાર કેટલાક સ્થાનિક લોકો સાથેની લડાઈ બાદ હંગામો વધી ગયો હતો. પાકિસ્તાની વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ પીએમ શાહબાઝ શરીફ પાસે મદદની વિનંતી કરી રહ્યા હતા. તેઓ મદદ ન મળવા માટે મરિયમ નવાઝને કોલ કરી રહ્યા હતા. એક વિદ્યાર્થી તો પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે રડી પડ્યો હતો અને તેને દેશમાં પરત લઈ જવાની વિનંતી કરી હતી.