7.60 લાખ કરોડના નુકસાન સાથે માર્કેટ બંધ, શેર બજારનો બ્લેક મન્ડે
Stock Market: ભારતીય શેર માર્કેટમાં આજનો દિવસ ખુબ જ નિરાશાજનક રહ્યો છે. મિડ કૈપ અને સ્મોલ કૈપ સ્ટોકમાં આજે બ્લેક મન્ડે સાબિત થયો છે. આજના કારોબારમાં બેંકિંગ સ્ટોક્સમાં પણ મોટા પ્રમાણમાં વેચવાલી નિકળી છે. કારોબાર ખતમ થવા પર બીએસઈ સેન્સેક્સ 523 અંકના ઘટાડા સાથે 71,072 અંક પર બંધ થયું છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 166 અંકના ઘટાડા સાથે 21,616 અંક પર બંધ થયું છે.
સેક્ટરનો હાલ
આજના ટ્રેકમાં મિડ કૈપ અને સ્મોલ કૈપ સ્ટોક્સમાં સુનામી જોવા મળી છે. નિફ્ટીનું મિડ કૈપ ઈન્ડેક્સ 1213 અને નિફ્ટીનો સ્મોલ કેપ ઈન્ડેક્સ 652 અંકના ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે બીએસઈ મિડ કૈપ 1038 અને બીએસઈ સ્મોલ કૈપ 1443 અંકના ઘટાડા સાથે બંધ થયો છે. આ ઉપરાંત બેંક શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 752 અંકના ઘટાડા સાથે 44,882 અંક પર બંધ રહ્યો હતો. નિફ્ટી સીએસયૂ ઈન્ડેક્સ 308 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
8 લાખ કરોડના ઘટાડા સાથે માર્કેટ કેર
શેર બજારમાં આ ઘટાડાને કારણે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે બજાર બંધ થતા સમયે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કૈપમાં ઘટાડો થઈને 378.85 લાખ રૂપિયા પર બંધ રહ્યો છે. જે ગત કારોબારી સમયમાં 386.43 લાખ રૂપિયા રહ્યો છે. આજના ટ્રેડમાં બજાર માર્કેટ વેલ્યૂમાં 7.58 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
આજના ગેનર અને લુઝર શેર
આજના ટ્રેડમાં ભારત ફોર્જ 13.93 ટકા, હિંદુસ્તાન કોપર 10.81 ટકા, એમસીએક્સ 8.90 ટકા અને નાલ્કો 9.08 ટકા, ટાટા પાવર 7.75 ટકા, સેલ 8.16 ટકા, બંઘન બેંક 7.17 ટકા, વોડાફોન આઈડિયા 6.77 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા છે. જ્યારે એમઆરએફ, ડૉ રેડ્ડી, અપોલો હોસ્પિટલ અને કોફોર્જમાં તેજી જોવા મળી છે.