ભારતીય શૂટિંગ કોચ સુમા શિરુરે કહ્યું – ઓલિમ્પિકમાં મિક્સ્ડ ઈવેન્ટમાં શૂટરોએ ક્યાં ભૂલો કરી
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતમાંથી 117 ખેલાડીઓની ટીમ ભાગ લેવા માટે ગઈ છે. , વિવિધ શૂટિંગ ઈવેન્ટ્સમાં ભારત તરફથી એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. જેના કારણે આ વખતે વધુ મેડલની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જોકે પહેલા દિવસે 2 શૂટિંગ ઇવેન્ટમાં નિરાશા મળી હતી. જેમાં 10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ ઇવેન્ટની ક્વોલિફિકેશન સિવાય, ભારતીય શૂટર્સ 10 મીટર એર પિસ્તોલની ક્વોલિફિકેશન ઇવેન્ટમાં ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહ્યા ન હતા. આવો જાણીએ કેમ તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. શૂટરોએ ક્યાં ભૂલો કરી હતી આવો જાણીએ.
અમે સારું પ્રદર્શન કરીશું
ભારતીય શૂટિંગ કોચ સુમા શિરુરે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારી ટીમમાંથી એક ક્વોલિફિકેશન રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને રહી હતી. બ્રોન્ઝ મેડલ પ્લેઓફમાં માત્ર એક પોઈન્ટથી રમવાનું ચૂકી ગઈ હતી. આમ છતાં અમને અમારા ખેલાડીઓમાં વિશ્વાસ છે કે અમે બાકીની ઈવેન્ટ્સમાં વધુ સારું પ્રદર્શન કરીશું. વધુમાં કહ્યું કે આજે પહેલો દિવસ હતો અને શૂટરોને પણ ઓલિમ્પિકના પ્રેશર વિશે ખબર પડી હતી જેમાંથી તેઓ શીખ્યા છે અને હવે આગામી ઈવેન્ટ્સમાં તેઓ આ ભૂલોમાંથી શીખશે.
આ પણ વાંચો: Manu Bhakerનું શાનદાર પ્રદર્શન, શૂટિંગ ઇવેન્ટની ફાઇનલમાં એન્ટ્રી
પોતાનામાં વિશ્વાસ રાખવાનો છે
સુમા શિરુરે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે હવે અમે અમારા શૂટરોને પોતાનામાં વિશ્વાસ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. આજે જે અમને નિરાશા મળી છે તે અમને આગલા 2 દિવસમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરિત કરશે. અમારા શૂટર્સે છેલ્લા 2 થી 3 વર્ષમાં ખૂબ જ સારું પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. જેના કારણે આપણે તેમનામાં પુરો ભરોસો રાખવો જોઈએ.