February 3, 2025

આ વંદે ભારત ટ્રેનમાં માત્ર શાકાહારી ભોજન જ મળશે, કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

Indian Railways: વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મોટો સમાચાર સામે આવ્યા છે. જેમાં જો તમે શાકાહારી છો તો તમને કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. નવી દિલ્હીથી કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી જતી વંદે ભારત ટ્રેનને લઈને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તમને માત્ર શાકાહારી ભોજન જ મળશે. નોનવેજ ફૂડ પર પણ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: નિતીન પટેલે કહ્યું, ભાજપનો નેતા છું કહી અધિકારીઓ પાસે દલાલો બનાવે છે ઓળખાણ

નોનવેજ ખાવાથી મુસાફરો પરેશાન
આ ટ્રેનમાં જે લોકો મુસાફરી કરતા હતા તે લોકોને ખૂબ સમસ્યા થતી હતી. કારણ કે ટ્રેનની રેલ્વે કેન્ટીનમાં વેજ અને નોન-વેજ બંને પ્રકારના ફૂડ સાથે તૈયાર કરવામાં આવતા હતા. જેના કારણે જે લોકો શાકાહારી છે તેમને ચિંતા થતી કે ભોજન શાકાહારી મળશે કે નહીં. મુસાફરોની આ ખાસ ચિંતાને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસે 100 ટકા શાકાહારી ખોરાક આપવાની જાહેરાત કરી છે.