December 16, 2024

ગાઝામાં ભારતીય મૂળના સૈનિકનું મોત, ઈઝરાયલ માટે લડી રહ્યો હતો

GAZA: ગાઝા યુદ્ધે છેલ્લા વર્ષમાં હજારો લોકોના જીવ લીધા છે. આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોમાં માત્ર પેલેસ્ટાઈન અને ઈઝરાયલી જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ સામેલ છે. ગાઝામાં ઈઝરાયલી સેનાના ઘૂસણખોરીના એક વર્ષ બાદ પણ હમાસના લડવૈયાઓ સતત ઈઝરાયલના સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે. હમાસની આવી જ કાર્યવાહીમાં પ્રથમ ભારતીય મૂળના સૈનિકનું મોત થયું છે.

12 નવેમ્બરના રોજ, હમાસના લડવૈયાઓએ ઝોલાટના લશ્કરી એકમ પર હોમમેઇડ એન્ટી-ટેન્ક શેલ વડે હુમલો કર્યો. જેમાં સ્ટાફ સાર્જન્ટ ગેરી ઝોલાટ અને અન્ય ત્રણ IDF સૈનિકો માર્યા ગયા. આ ઓપરેશનમાં શહીદ થયેલા જવાનોના મોત બાદ સેનાએ ઘટનાની તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, ઝોલાટ ગાઝા યુદ્ધમાં IDFની Kfir બ્રિગેડની 92મી બટાલિયનમાં તૈનાત હતો અને જ્યારે તેનું અવસાન થયું ત્યારે તે તેની ફરજિયાત લશ્કરી સેવા પૂરી કરવા જઈ રહ્યો હતો. ઝોલાતની બે બહેનો પણ ઈઝરાયેલ આર્મીમાં છે.

આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં કેરળના દંપતીના મળ્યા મૃતદેહ, મોતનું કારણ અકબંધ