કેનેડામાં રહસ્યમય આગમાં બળીને રાખ થયો ભારતીય મૂળનો પરિવાર
કેનેડા: ભારતીય મૂળનો પરિવાર બળીને રાખ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. કેનેડામાં એક મકાનમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગી હતી. પોલીસે જ્યારે તપાસ કરી રહી હતી, એ સમયે માનવ અવશેષો મળી આવ્યા હતા. ત્યાર બાદ માનવ અવશેષોની ઓળખ થઈ જેમાં ખબર પડી કે આ પરિવાર ભારતીય છે.
પોલીસે આપી માહિતી
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમની સગીર પુત્રીનું “રહસ્યમય” આગમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસે માહિતી આપતા જણાવ્યું કે આ બનાવ 7 માર્ચના બન્યો હતો. અમે જયારે તપાસ માટે ઘરમાં પહોંચ્યા ત્યારે આગમાં મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગ કયાં કારણોસર લાગી હતી તેની કોઈ માહિતી હજૂ સુધી મળી રહી નથી.
પુરાવાઓની તપાસ
પોલીસે જણાવ્યું કે જ્યારે મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ પરિવાર ભારતનો છે. જેમાં ભારતીય મૂળના રાજીવ વારિકુ (51), તેની પત્ની શિલ્પા કોથા (47) અને પુત્રી મહેક વારિકુ નામની ખાતરી પણ કરી હતી. પોલીસ હજૂ સુધી તપાસ કરી રહી છે, કે ઘરમાં કેવી રીતે આગ લાગી? કારણ કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસ જોડે જે પણ પુરાવાઓ છે તેને સાથે લઈને તપાસ કરવામાં આવી રહી છે.
ખાખ થઈ ગયું
આ ઘરની બાજૂમાં રહેતા લોકોએ પણ જણાવ્યું હતું કે અમે જયારે બહાર આવ્યા ત્યારે ઘરમાં આગ લાગી હતી. ખૂબ જ દુઃખદ છે. થોડાક સમયમાં જ બધું ખાખ થઈ ગયું હતું. આ આગને જ્યાં સુધી શાંત કરવામાં આવી ત્યાં સુધીમાં કઈ બચ્યું ના હતું. તમને જણાવી દઈએ કે મૃતક રાજીવ વારિકુએ ટોરોન્ટો પોલીસમાં સ્વયંસેવક તરીકે કામ કરેલ છે. જ્યારે તેમની પુત્રી મહેક વારિકુ એક આશાસ્પદ યુવા ફૂટબોલર હતી. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી પોલીસને એ જાણકારી મળી નથી કે કેવી રીતે તેમના મોત થયા છે? જોકે ઘરમાં કેવી રીતે આગ લાગી તેની માહિતી પોલીસ તપાસ બાદ જ આવશે.