January 5, 2025

ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધની વચ્ચે આ 6 દેશમાં જશે ભારતની ડુંગળી

અમદાવાદ: ભારતમાં ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લાગવા છતાં કેટલાક દેશોમાં નિકાસ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, આ વખતે 6 દેશોમાં લગભગ 1 લાખ ટન ડુંગળી મોકવામાં આવશે. જે માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, ભૂટાન, બહરીન, મારીશસ, શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ બધા 6 પડોશી દેશમાં કુલ 99 હજાર 150 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે.

સફેદ ડુંગળી માટે પણ મંજૂરી
આ સાથે કેન્દ્ર સરકારે 2 હજાર ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે. આ સફેદ ડુંગળી ખાસ કરીને નિકાસ માટે ઉગાડવામાં આવે છે. આને પશ્ચિમ એશિયા અને યુરોપના બજારોમાં નિકાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો: મને અશુદ્ધ કહી કારણકે… કંગના અને વિક્રમાદિત્ય આમને-સામને

આ સમાચાર ગયા મહિને આવ્યા હતા
માર્ચમાં માહિતી મળી હતી કે, સરકારે બાંગ્લાદેશ, ભૂટાન, બહેરીન અને મોરેશિયસમાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. તે સમયે સ ભૂટાન, બહેરીન અને મોરેશિયસને મળીને 64 હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બાંગ્લાદેશને સપ્લાય કરવા માટે વેપારીઓ પાસેથી 1,650 ટન ડુંગળી ખરીદવાની અપડેટ પણ હતી. એ બાદમાં તે જ મહિનામાં સરકારે ખાસ વિનંતી પર માલદીવમાં ડુંગળી મોકલવાની મંજૂરી પણ આપી હતી.

ગયા વર્ષે નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
ગયા વર્ષે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં તીવ્ર વધારો થયા બાદ કેન્દ્ર સરકારે નિકાસ પર નિયંત્રણો લગાવ્યા હતા. શરૂઆતમાં નિકાસ પર ડ્યુટી વધારવા જેવા પગલાં લેવામાં આવ્યા હતા. બાદમાં ડિસેમ્બર 2023માં ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હજુ યથાવત છે. સરકારે ડુંગળીની નિકાસ માટે માત્ર અમુક ખાસ કિસ્સાઓમાં જ પરવાનગી આપી છે.