DRDO દ્વારા કરવામાં આવેલ એન્ટી સબમરીન મિસાઈલનું પરીક્ષણ સફળ
Indian Navy: સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના સંદર્ભમાં ભારતે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ભારતીય નૌસેનાએ એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળે બુધવારે ઓડિશાના બાલાસોરના દરિયા કિનારે સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રીલીઝ ઓફ ટોર્પિડો (SMART) મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. સુપરસોનિક મિસાઈલ સિસ્ટમે બુધવારે સવારે લગભગ 8.30 વાગ્યે ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ઉડાન ભરી હતી. આ નેક્સ્ટ જનરેશન મિસાઈલ સિસ્ટમ છે, જે લાઇટવેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ પર આધારિત છે. તેને ડીઆરડીઓ દ્વારા જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યું છે.
#WATCH | Supersonic Missile-Assisted Release of Torpedo (SMART) system was successfully flight-tested at around 0830 hrs from Dr APJ Abdul Kalam Island off the coast of Odisha. SMART is a next-generation missile-based lightweight torpedo delivery system, designed and developed by… pic.twitter.com/rGhzJGHVnL
— ANI (@ANI) May 1, 2024
સબમરીન વિરોધી યુદ્ધમાં મહત્વપૂર્ણ
સબમરીન વિરોધી યુદ્ધમાં આ મિસાઈલ સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મિસાઈલ લાંબા અંતરના લક્ષ્યાંકોને મારવામાં સક્ષમ છે. SMART મિસાઈલને યુદ્ધ જહાજો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ તેની મોટાભાગની ઉડાન ઓછી ઉંચાઈ પર હવામાં પૂરી કરે છે અને તેના લક્ષ્યની નજીક આવ્યા બાદ મિસાઈલમાંથી ટોર્પિડો છોડાવીને પાણીની અંદરના લક્ષ્યને મારવામાં સક્ષમ છે. આ કેનિસ્ટર-આધારિત મિસાઈલ સિસ્ટમમાં ઘણી આધુનિક પેટા-સિસ્ટમ છે, જેમાં બે-સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ પેલોડ તરીકે હળવા વજનના ટોર્પિડો સાથે ઉડે છે, જેમાં પેરાશૂટ આધારિત રિલીઝ સિસ્ટમ છે. આજના પરીક્ષણમાં મિસાઇલ સિસ્ટમ અને અન્ય તકનીકી પાસાઓથી ટોર્પિડોને અલગ કરવાની તપાસ કરવામાં આવી હતી.
રક્ષા મંત્રીએ DRDOને અભિનંદન પાઠવ્યા
ટોર્પિડો એ સિગાર આકારનું હથિયાર છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ અથવા ફાઇટર એરક્રાફ્ટમાંથી ફાયર કરી શકાય છે. આ ટોર્પિડો તેના લક્ષ્યના સંપર્કમાં આવતાની સાથે જ ધડાકા સાથે વિસ્ફોટ થાય છે. આ મિસાઈલ સિસ્ટમને નેવીમાં સામેલ કર્યા બાદ નૌકાદળની દરિયાઈ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDOને SMART મિસાઈલ સિસ્ટમના સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે આનાથી નેવીની ક્ષમતામાં વધારો થશે.