September 20, 2024

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનો વધુ એક વિજય નિશ્ચિત!

Indian Men’s Hockey Team: પેરિસ ઓલિમ્પિક 2024નો ચોથો દિવસ ભારત માટે ઘણો ખાસ રહેવાનો છે. ભારતીય પુરુષ હોકી ટીમ મંગળવારે તેની ત્રીજી પૂલ મેચમાં આયર્લેન્ડ સામે ટકરાવાની છે. ન્યૂઝીલેન્ડ સામે 3-2થી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરનારી ભારતીય ટીમે તેની બીજી મેચમાં આર્જેન્ટિનાને 1-1થી ડ્રો કરી હતી.

ભારતીય હોકી ટીમ પાસે તક
પેરિસ ઓલિમ્પિક આયર્લેન્ડ માટે અત્યાર સુધી ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. આયર્લેન્ડની તેની શરૂઆતની 2 મેચ હારી ગયું છે. અગાઉ તેઓ બેલ્જિયમ સામે 0-2ના માર્જીનથી હારી ગયા હતા. આયર્લેન્ડ સામે ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત પાસે આજના દિવસે જીતની તક છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 6 મેચ જીતી છે અને 1 મેચ આયર્લેન્ડના નામે રહી છે. જ્યારે 1 મેચ ડ્રો રહી છે. આજની મેચ સાંજે 4.45 કલાકે શરૂ થશે.

ઓલિમ્પિક ઇતિહાસની સૌથી સફળ ટીમ
ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. કારણ કે ભારતીય હોકી ટીમે અત્યાર સુધીમાં કુલ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આ વખતે દેશને ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ જોવા મળી રહી છે. કારણ કે અત્યાર સુધી તેણે બંને મેચમાં ગોલ ફટકારીને દેશને જીત તરફ દોરી ગયો છે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં હાર બાદ Rohan Bopannaએ આપ્યું મોટું નિવેદન

બંને ટીમોની ટુકડીઓ

ભારત

ગોલકીપર: શ્રીજેશ પરત્તુ રવિન્દ્રન

  • ડિફેન્ડર્સ: અમિત રોહિદાસ, જર્મનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, સુમિત, સંજય
  • મિડફિલ્ડર્સ: શમશેર સિંહ, મનપ્રીત સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ
  • ફોરવર્ડ્સ: લલિત કુમાર ઉપાધ્યાય,અભિષેક, સુખજિત સિંહ, મનદીપ સિંહ, ગુર્જન્ટ સિંહ

આયર્લેન્ડ

ગોલકીપર: ડેવિડ હાર્ટે

  • ડિફેન્ડર્સ: કાયલ માર્શલ, શેન ઓ’ડોનોગ્યુ, ટિમ ક્રોસ, વોલ્શ ડારાગ, પીટર મેકકિબિન, લી કોલ, નિક પેજ
  • મિડફિલ્ડર્સ: માઈકલ રોબસન,સીન મુરે, પીટર બ્રાઉન
  • ફોરવર્ડ્સ:જેરેમી ડંકન, જોન મેકી, મેથ્યુ નેલ્સન, બેન્જા વોકર, બેન જોહ્ન્સન