પાકિસ્તાનમાં ઘુસ્યું ભારતીય ડ્રોન, સેનાએ જણાવ્યું કારણ…!
Indian Drone Entered Pakistan: ભારતીય સેનાનું એક ડ્રોન (UAV) શુક્રવારે સવારે નિયંત્રણ બહાર ગયું અને પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે આ ઘટના બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ભારતીય સેનાને ખબર પડી કે આ UAV પાકિસ્તાની સૈનિકો પાસે છે, ત્યારે સેનાએ હોટલાઈન દ્વારા પાકિસ્તાની સેનાને મેસેજ મોકલીને તેને પરત કરવા કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ UAV ભારતીય સરહદમાં ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું, પરંતુ સવારે 9.25 વાગ્યે ટેક્નિકલ ખામીના કારણે તે ડ્રોન કાબૂ બહાર ગયું હતું. તે ભારતના ભીમ્બર ગલી સેક્ટરની સામે પાકિસ્તાનના નિકિયાલ સેક્ટરમાં ગયું હતું.
A tactical surveillance drone of Indian Army inadvertently crossed over in the Rajouri sector earlier this morning.
India has informed Pak over hotline that the drone was on a training mission and had inadvertently crossed over after losing control. Have asked for it to return pic.twitter.com/o6P7IqdYqs
— Snehesh Alex Philip (@sneheshphilip) August 23, 2024
જ્યારે સેનાને અહેવાલો દ્વારા ખબર પડી કે UAV પાકિસ્તાની સરહદ પર પાકિસ્તાની સૈનિકો પાસે છે, ત્યારે તેણે હોટલાઈન દ્વારા સંદેશ મોકલ્યો. જેમાં કહ્યું હતું કે યુએવી પરત કરવામાં આવે. પાકિસ્તાન તરફથી શું જવાબ મળ્યો? આ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. તે જ સમયે, ગુરુવારે સાંજે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસેલા એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. તેને નિયંત્રણ રેખા પર ચકન દા બાગ પાસે સુરક્ષા દળોએ પકડ્યો હતો. અઝહર નામના આ ઘૂસણખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે કયા હેતુથી ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારોની મુલાકાત
નોંધનીય છે કે સીમા સુરક્ષા દળ (BSF)ના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરીએ ગુરુવારે જમ્મુના સરહદી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચૌધરીએ સૈનિકો સાથે પણ વાતચીત કરી અને ટોચના અધિકારીઓએ તેમને સુરક્ષાના પગલાં વિશે જાણકારી આપી. બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા બાદ ચૌધરીએ પ્રથમ વખત જમ્મુ સરહદી વિસ્તારની મુલાકાત લીધી છે. જમ્મુ-કઠુઆ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શિવકુમાર શર્માએ ચૌધરીને પાનસર બોર્ડર પોસ્ટ પર મળ્યા હતા. તેઓએ વિસ્તારમાં સુરક્ષા પગલાં અને સૈનિકો અને પોલીસ વચ્ચેના સહકાર અંગે ચર્ચા કરી. BSF ટુકડીઓ અને લગભગ 1,000 સરહદ પોલીસ કર્મચારીઓ અને ગ્રામ સંરક્ષણ જૂથો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે.