January 24, 2025

સ્ટાર ક્રિકેટર્સની પત્નીઓ શું કરે છે ખબર છે? કોઈ ઈવેન્ટ મેનેજર તો કોઈ MLA

Indian Cricketers Wife Profession: ભારતીય ક્રિકેટરો વિશે મોટા ભાગના લોકો જાણતા હશે. પરંતુ તેમને સાથ આપનારી પત્નીઓ શું કામ કરે છે તે ભાગ્યે જ કોઈને ખબર હશે. આવો જાણીએ કે ભારતીય ક્રિકેટરોની પત્નીઓ શું કામ કરે છે?

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. અનુષ્કાને તો લોકો ઓળખે જ છે તે અભિનેત્રી છે, તેણે ‘રબ ને બના દી જોડી’ અને પીકે, સંજુ જેવી સફળ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

સૂર્યકુમાર યાદવ અને દેવીશા શેટ્ટી

સૂર્યકુમાર યાદવે વર્ષ 2016માં દેવીશા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. દેવીશા ડાન્સ કોચ છે. તે 2010માં કોલેજના એક કાર્યક્રમમાં સૂર્યકુમારને પહેલીવાર મળી હતી અને ત્યારથી બંને વચ્ચે સંબધો આગળ વધ્યા હતા.

કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી

કેએલ રાહુલે વર્ષ 2023માં ભારતીય અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. અથિયા શેટ્ટી ફિલ્મ હીરોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને ત્યાર બાદ તેણે ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે.

રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજા

રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાના લગ્ન 2016માં થયા હતા. લગ્નના 3 વર્ષ પછી રીવાબા ભાજપમાં જોડાયા હતા અને રાજકારણમાં એન્ટ્રી કરી હતી. રિવાબા હાલમાં ગુજરાતમાં આવેલા જામનગર બેઠક પરથી ધારાસભ્ય છે.

રોહિત શર્મા અને રિતિકા સજદેહ

રોહિત શર્મા અને રિતિકા સજદેહના લગ્ન વર્ષ 2015માં થયા હતા. તેઓ બંને એક એડ શૂટ દરમિયાન મળ્યા હતા. તે એડના શૂટિંગ દરમિયાન રિતિકા પણ ત્યાં સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજર તરીકે હાજર હતી. આ પછી બંનેએ એકબીજાને ડેટ કર્યા અને બાદમાં તેઓએ મેરેજ કરી લીધા હતા.

જસપ્રીત બુમરાહ અને સંજના

ભારતના ટોચના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન વ્યવસાયે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર છે. તેમની પહેલી મુલાકાત વર્ષ 2013માં થઈ હતી આ દરમિયાન IPL ચાલી રહી હતી. સંજનાએ મેચ પછી તેના ભાવિ પતિનો ઈન્ટરવ્યુ લીધો હતો.