વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને મળશે આટલા કરોડ રૂપિયા, પાકિસ્તાન તો સૌથી પાછળ

Indian Cricket Team: ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 માટે બધી ટીમો માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. જેમાં પહેલા સ્થાન અને બીજા સ્થાનનું હજૂ સુધી જાણી શકાયું નથી. ત્રીજા સ્થાન પર રહેલી ટીમ ઈન્ડિયાને ઘણા પૈસા મળશે. પાકિસ્તાનની હાલત અહિંયા પણ ખૂબ ખરાબ જોવા મળી રહી છે. પાકિસ્તાનનો હિસ્સો ખૂબ નાની રકમ હશે.

આ પણ વાંચો: એરટેલના 90 દિવસના આ પ્લાનનો યુઝર્સને પડી જશે મોજ, જાણી લો લાભ

ટીમ ઈન્ડિયાને પણ લગભગ 12 કરોડ રૂપિયા મળશે
ભારતીય ટીમને ત્રીજા સ્થાન પર રહેવા માટે 12 કરોડની સાથે 85 લાખ રુપિયા મળશે.પાકિસ્તાનની હાલત અહિંયા પણ ખરાબ છે. અહિંયા પાકિસ્તાનને કંઈ મળ્યું નથી. સિઝન દરમિયાન પાકિસ્તાનની ટીમને સતત હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેનું પરિણામ એ આવું કે પાકિસ્તાનની ટીમનું સ્થાન 9માં સ્થાન પર રહ્યું હતું. જેના કારણે પાકિસ્તાનને ઓનલી 4 કરોડ 11 લાખ રુપિયા આપવામાં આવશે. આ ઈનામની જાહેરાત ડોલરમાં કરવામાં આવી છે.