December 26, 2024

ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ ઝડપ્યું, અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ

નવી દિલ્હીઃ ગુજરાતના દરિયાકિનારેથી અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ત્યારે હવે ભારતના દરિયાકિનારેથી પણ ડ્રગ્સ ઝડપાયું છે. આંદામાન નજીકના દરિયાકિનારેથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઇન્મેન્ટ ઝડપી પાડ્યું છે.

ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે આંદામાનના દરિયાકિનારે માછીમારી બોટમાંથી પાંચ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે. વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.