December 27, 2024

પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ ટેલીમાં ભારતનું છે આટલામું સ્થાન

Paris Paralympics 2024: ભારતીય ખેલાડીઓનું પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતીય શૂટરોએ ચાર મેડલ જીતી લીધા છે. જેમાં અવનીએ લેખારાનો ગોલ્ડ જીત્યો છે. બીજી તરફ બેડમિન્ટનમાં પણ ભારતને મેડલ મળ્યો છે. ભારતને હાલમાં પાંચ મેડલ સાથે 22માં નંબર પર છે. આગળ જતા ભારતના મેડલ વધવાની પૂરી આશા જોવા મળી રહી છે.

ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ જીત્યા
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 5 મેડલ જીત્યા છે. જેમાંથી ચાર મેડલ શૂટિંગમાંથી આવ્યા છે. અવની લેખારાએ 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિ પાલે 100 મીટર T35 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રૂબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે પુરુષોની P1 10 મીટર એર પિસ્તોલ SH1 શૂટિંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચો: ગોલ્ડમેડલ વિનર અવનીનો આવો અવતાર કદી નહીં જોયો હોય, સ્ટાઈલિશને પણ ટક્કર મારે એવી અદા

ચીન નંબર વન પર છે
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ચીન પ્રથમ સ્થાને હાલ છે. તેણે અત્યાર સુધીમાં કુલ 40 મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં 19 ગોલ્ડ, 14 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ગ્રેટ બ્રિટન બીજા સ્થાને છે. તેણીએ 9 ગોલ્ડ સહિત 22 મેડલ જીત્યા છે. બ્રાઝિલ ત્રીજા નંબર પર છે. તેણે 18 મેડલ જીત્યા છે જેમાં 7 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.