ભારતે ઓલિમ્પિક 2036 માટે IOCને લખ્યો લેટર ઓફ ઇન્ટેન્ટ, અમદાવાદ બનશે આકર્ષણ

News Capital EXCLUSIVE: ભારતે વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિક રમતોને લઈને IOCને પત્ર લખ્યો છે. ભારતે IOCને લેટર ઓફ ઇન્ટેન્ટ પાઠવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઓલિમ્પિક ગેમ્સની યજમાની મળે તો અમદાવાદ કેન્દ્ર સ્થાન બની રહેશે. અમદાવાદમાં ઓલિમ્પિકને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષનું 80% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે.
વધુમાં, પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 20 એકર જમીન પર 631 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બની રહ્યું છે. કોમ્પલેક્ષમાં ઇન્ડોર ગેમ્સ સાથે 300 ખેલાડી રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એન્ટ્રી એક્ઝિટ માટે 7 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે. તો સાથે સાથે કોમન પબ્લિક માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે ક્લબ ક્લાસ, ઇંડો સ્પોર્ટ્સ, એરેના અને એવકટીક બિલ્ડિંગ અને બહાર ખેલો ઈન્ડીયા ગેમ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બેડમિન્ટન, ફૂટબોલ, ટેનિસ, સ્વિમિંગ જેવી ઇન્ડોર ગેમ્સની વ્યવસ્થા પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવી છે.