December 27, 2024

ભારતે પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધી 31 મેડલ જીત્યાં, આ વખતે કઈ રમતમાંથી વધુ આશા?

Paralympics 2024: પેરિસ ઓલિમ્પિક પછી હવે ચાહકોની નજર પેરાલિમ્પિક્સ 2024 પર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે પેરાલિમ્પિક્સ 2024 28 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. જે 8મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ભારતે પેરાલિમ્પિક્સ 2024 માટે 84 ખેલાડીઓને મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે પેરાલિમ્પિક્સ પહેલીવાર ક્યારે યોજાઈ હતી અને તે સમયે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું?

ભારતના ધ્વજવાહક હશે
પેરાલિમ્પિક્સમાં ભારતની આ વખતે અત્યાર સુધીની આ સૌથી મોટી ટુકડી છે. જોકે, ભાગ્યશ્રી જાધવ અને સુમિત એન્ટિલ પેરિસ પેરાલિમ્પિકમાં ભારત માટે ધ્વજવાહક હશે. અગાઉ ટોક્યો પેરાલિમ્પિક્સમાં વર્ષ 2020માં 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તે સમયે 19 મેડલ જીત્યા હતા. ભાવના પટેલ કે જેઓ ગુજરાતના છે તેઓ ટોક્યો પેરાલિમ્પિક્સમાં પેરા ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની હતી. આ ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો હતો. જો કે આ વખતે ભારતીય ખેલાડીઓ વધારે મેડલની આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો: મોહમ્મદ શમીનો અચાનક કેવી રીતે બદલાયો લુક?

12 રમતમાં દાવો
તમને જણાવી દઈએ કે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ 12 રમતોમાં પોતાનો દાવો રજૂ કરતા જોવા મળશે. જેમાં પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ, સ્વિમિંગ, પેરા કેનોઈંગ, પેરા તીરંદાજી, પેરા એથ્લેટિક્સ, પેરા સાયકલિંગ, બ્લાઈન્ડ જુડો, પેરા પાવરલિફ્ટિંગ, પેરા શૂટિંગ, અને પેરા તાઈકવૉન્ડોનો સમાવેશ થાય છે. ભારતીય ખેલાડીઓએ 8 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ વખતે એવું માનવામાં આવે છે કે ભારતના મેડલની સંખ્યા વધી શકે છે. જો કે, તે જોવાનું રસપ્રદ રહેશે કે ભારતીય એથ્લેટ્સ કેટલા મેડલ જીતી શકે છે.